fbpx
અમરેલી

સાવ અનોખી પહેલ સાવરકુંડલામાં આવેલ ધારાસભ્યશ્રીની કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી તથા ભાજપના  દિગ્ગજ નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં સાવરકુંડલા નગરપાલિકા તથા લીલીયાના સ્વચ્છતાના શિલ્પીઓનું જાહેર સંન્માન કરવામાં આવ્યું. 

સાવરકુંડલા નગરપાલિકાના સ્વચ્છતાના શિલ્પી એવા સફાઈ કર્મચારીઓનું સંન્માન અહીં સાવરકુંડલા શહેરમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની કાર્યાલય અટલ ધારા ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ, અમરેલીના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડકશ્રી  કૌશિકભાઈ વેકરીયા અમરેલી સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી રાજેશભાઈ કાબરીયા, અમર ડેરીનાં ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષશ્રી દિનેશભાઈ પોપટ, સાવરકુંડલા ડીવાયએસપી હરેશભાઈ વોરા, અવધ ટાઇમ્સના તંત્રી  ભરતભાઈ ચૌહાણ સમેત અન્ય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં  સ્વચ્છતાના શિલ્પીઓનું જાહેર સંન્માન કરવાનો એક ખૂબ અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મંચ પરથી વક્તાઓ દ્વારા આ સંન્માન કાર્યક્રમને બિરદાવી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની સૂઝ અને સમજની ભારોભાર પ્રશંસા કરી હતી. સાવરણી અને સાવરણાની પ્રતિકાત્મક વાતો દ્વારા પણ નારીશક્તિનું સ્વચ્છતામાં મહત્વના પ્રદાનની દિલચસ્પ વાતો કરવામાં આવી શેરી વળાવી સજજ કરું હરિ ઘરે આવોને જેવી  સાહિત્યિક વાતો દ્વારા પણ સ્વચ્છતાનો મહિમા પ્રદર્શિત કરવામાં આવેલ.

તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા મિશનને આગળ ધપાવવામાં હવે લોક જાગૃતિના યથાર્થ પ્રયાસોના પ્રભાવની વાતો પણ મંચ પરથી વક્તાઓ દ્વારા કરવામાં આવી. ખાસ નોંધનીય વાત તો એ હતી કે સાવરકુંડલા નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન હેમાંગ ગઢીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના સ્વચ્છતા અભિયાનના સપનાને સાર્થક કરવાનો પ્રયાસોને પણ જાહેરમાં બિરદાવવામાં આવેલ. આ તકે સાવરકુંડલા નગરપાલિકાના ૩૦૦ તથા લીલીયાના ૪૦ જેટલા સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા આમ ગણીએ તો સાવરકુંડલા શહેરના સફાઈ કર્મચારીઓને બિરદાવી જાહેર સંન્માન કરવાનો આ કાર્યક્રમે સમગ્ર ગુજરાતમાં એક અનોખી ભાત પાડી દીધી. હાલ દિવાળીના દિવસો છે એટલે બહારથી આવતાં સાવરકુંડલાના વતનીઓને સત્કારવા માટે શહેરને પણ એક નવોઢાની માફક શણગારવામાં આવેલ છે. ધારાસભ્યશ્રીના સામાજિક સેવાના અનેક પ્રકલ્પો લોકોને જોવા મળ્યા છે.. ભગવાનબાપાના સીધીલીટીના વારસદાર એવા મહેશભાઈ કસવાલા પણ સેવા એ જ પરમો ધર્મનાં જીવનમંત્ર સાથે કોઈ પણ પ્રકારની પક્ષાપક્ષીના ભેદભાવ વિના કાર્ય કરે છે એ બાબતે લોકોમાં અત્યંત લોકપ્રિયતા મેળવી છે એવું પણ પ્રતિપાદિત થતું જોવા મળી રહ્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/