fbpx
અમરેલી

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો લાભ મળવાપાત્ર પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા જિલ્લા પ્રભારીશ્રીનું સૂચન

અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકસિત ભારતની સંકલ્પના સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો પ્રારંભ અમરેલીને ફાળવવામાં આવેલા ૦૫ રથ આવી પહોંચતા સત્વરે થશે. યાત્રાના સુચારુ આયોજન અને આ યાત્રા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં કલ્યાણકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી સીધી પહોંચાડવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને જન-જન સુધી લઈ જવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૭ જેટલી કલ્યાણકારી યોજનાઓનો લાભ આ યાત્રા દરમિયાન આપવામાં આવશે.

       અમરેલી જિલ્લામાં આ યાત્રાના સુચારુ આયોજન અર્થે જિલ્લાના પ્રભારીશ્રી આઈ.એ.એસ. અધિકારીશ્રી અનુપ ખીંચીના અધ્યક્ષ સ્થાને અમરેલી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યકારી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડાએ અમરેલી જિલ્લાના આયોજન અંગેની વિગતવાર માહિતી આપી હતી. પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા આ યાત્રાના રુટ, કાર્યક્રમના આયોજન, મળવાપાત્ર યોજનાઓનું નોડલ અધિકારીશ્રીઓનું સંક્લન તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાના રિપોર્ટીંગ માટેની વ્યવસ્થા અને આયોજન સહિતની ઝીણવટભરી વિગતોથી જિલ્લા પ્રભારીશ્રીને અવગત કરવામાં આવ્યા હતા.

           આ બેઠકમાં જિલ્લા પ્રભારીશ્રીએ યોજનાઓ અંતર્ગત અમરેલી જિલ્લામાં ખેતીવાડી અને પશુપાલનનો વિસ્તાર વ્યાપક હોવાથી તેના સંલગ્ન લાભ વધુમાં વધુ મળવાપાત્ર લોકોને મળે અને લોકો સુધી યાત્રાનો સમય, યોજનામાં જોડાવા માટેના જરુરી દસ્તાવેજોની યાદી અગાઉથી પહોંચી જાય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત રિપોર્ટીગ યોગ્ય રીતે થાય અને યાત્રામાં સંલગ્ન અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓની યોગ્ય રીતે અગાઉથી તાલીમ સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સૂચન કર્યું હતું. બેઠકના પ્રારંભે જિલ્લા વહીવટીતંત્ર વતી પ્રભારીશ્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચાવડાએ કર્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/