fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં સંત શિરોમણી  પ.પૂ. જલારામબાપાની ૨૨૪ મી જન્મ જયંતિ  ભારે ઉમંગ, ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલા શહેર જય જલિયાણના નાદથી ગુંજી ઉઠયું. 

નાનકડી એવી જૈની  બનજારા અને તેણીની સહેલી દેવલ પોરીયાએ જલારામ બાપાની અદ્ભૂત રંગોળી દોરી.. સાવરકુંડલા શહેરમાં ગતરોજ સંત શિરોમણી પ્રાતઃ સ્મર્ણીય પ. પૂ. જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી આ પાવન પ્રસંગે જલારામ ભક્તોને મન તો દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ઘણા જલારામ ભક્તોના ઘરે પણ રંગબેરંગી રોશની અને વિવિધ કલરના શેડમાં રંગોળી દોરીને ઘરને શણગારવામાં પણ આવેલ. આ પ્રસંગે  નાની નાની બાલિકાઓ કળશ સાથે જલારામ બાપાની શોભાયાત્રામાં સામેલ થયેલી જોવા મળી હતી. જલારામભકતોની વિશાળ સંખ્યામાં જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પણ ફરી હતી. જેના દર્શનનો લ્હાવો શહેરીજનોએ ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી લીધો હતો.  જલારામભકતો દ્વારા ખૂબ ભાવ અને આસ્થાભેર જલારામ બાપાના મંદિરે પૂજા,  અર્ચના, સત્સંગ પણ કરવામાં આવેલ.આ પ્રસંગે સાવરકુંડલા રઘુવંશી જ્ઞાાતિના લોકો માટે અહીં આવેલ લોહાણા મહાજન વાડી ખાતે બંને ટાઈમ બપોરે અને સાંજે મહા પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.

જલારામભકતોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં બહોળી સંખ્યામાં હોંશે હોંશે બાપાના ચરણોમાં વંદન કરીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. જલારામ મંદિર ખાતે પણ આ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે મહાપ્રસાદ, અન્નકુટ, મહાઆરતી ધૂન ભજન કિર્તન અને જલારામબાપાની ભક્તિમાં ભક્તો તરબોળ થતાં જોવા મળ્યાં હતાં. આમ જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ સાવરકુંડલામાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવેલ. આમ તો સંત શિરોમણી પ. પૂ જલારામ બાપાના ભજન અને ભોજનનો મહિમા સાવરકુંડલાના આભામંડળમાં સતત ગુંજતો રહેશે.. ટુકડો ત્યાં હરિ ઢુકડો.. બસ એ જ બાપાનો સંદેશ જીવનભર યાદ રહે છે. રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ  જેમાં નિરંજન પંડ્યા અને સાજિંદા ગ્રુપ  સાથે ભજનની રમઝટ બોલાવી હતી.સમગ્ર લોહાણા સમાજમાં જલારામ જન્મજયંતિ નિમિત્તે બિલકુલ દિવાળી જેવો જ માહોલ સર્જાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/