fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા નગરપાલિકા ઓફિસના પ્રવેશદ્વાર નજીક ગરમ વસ્ત્રોના વેચાણ માટે સ્ટોલ ઊભો થતાં  ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આર્થિકરીતે પરવડે તેવા ગરમ વસ્ત્રોનું વેચાણ થતું જોવા મળે છે

દિવાળીના તહેવારો પૂર્ણ થયાં.. શિયાળાનું આગમન પણ દબાતે પગલે થઈ ગયું.. ઠંડીનો વ્યાપ વધવાનો પ્રારંભ થયો. શિયાળો આવે એટલે ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની જરૂરિયાત ઊભી થાય એ પણ સ્વાભાવિક છે.  એટલે આ શિયાળાનાં પ્રારંભિક તબક્કામાં ગારમેન્ટસ સ્ટોરમાં તો ગરમ વસ્ત્રોનો નવો સ્ટોક જોવા મળતો હોય છે. ખાસકરીને સાવરકુંડલાની વાત કરીએ તો અહીં મહુવા રોડ પર આવેલ નગરપાલિકા ઓફિસની બહાર પ્રવેશદ્વાર નજીક ગરમ વસ્ત્રોનું વેચાણ થતું જોવા મળે છે. જેમાં વિવિધ રંગો અને સાઈઝમાં જાકીટ, સ્વેટર વગેરે ગરમ કપડાંનો સ્ટોક વેચાણ અર્થે જોવા મળે છે. આ ગરમ કપડાં વેચતાં સલીમભાઈ છેલ્લા દશેક વર્ષથી અહીં આમ જનતાને પરવડે એવા ભાવથી ગરમ વસ્ત્રોનું વેચાણ કરતાં જોવા મળે છે. ૧૫૦ થી શરૂ કરીને ૯૦૦ અને ૫૦૦ રૂપિયાથી શરૂ કરીને ૨૨૫૦ રૂપિયા સુધીના ગરમ વસ્ત્રો અહીં વેચાણ માટે જોવા મળે છે.

આ સંદર્ભે સલીમભાઈએ જણાવ્યું હતું કે આમ તો આ ગરમવસ્ત્રોનો ધંધો એટલે સિઝનલ વ્યવસાય કહેવાય. છેક મકરસંક્રાંતિ સુધી લોકો પોતાની આવશ્યકતા મુજબ ગરમ વસ્ત્રો ખરીદે છે. એમણે એમ પણ જણાવ્યું હતું કે ગરીબ અને મજૂરી કામ કરતા લોકો પાસે તેઓ ભાવમાં પણ ખૂબ વ્યાજબી રહે છે. ઘણીવાર તો નહીં નફો  નહીં નુકસાન એ સૂત્રને ધ્યાનમાં રાખીને પણ આવા લોકો સાથે વેચાણ વહેવારો કરતાં જોવા મળે છે. આમ શો રૂમની અંદર ગરમ વસ્ત્રો ખરીદી ન શકે તેવા લોકો માટે આવા વેચાણ ભંડાર આર્થિક રીતે રાહત રૂપ જોવા મળે છે. સલીમભાઈ પોતે પણ આત્મસંતોષી જીવના હોય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઓછો નફો વધુ વેપાર એ સિધ્ધાંતો પર વેચાણ કરતા પણ જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/