fbpx
અમરેલી

ભૂખ્યાને ભોજન આપવું એ જ મહાદાન મનુષ્ય સાથે પશુ, પક્ષીનાં ભોજનની પણ ખેવના કરો

ભૂખ્યાને ભોજન આપવું એ જ મહાદાન મનુષ્ય સાથે પશુ, પક્ષીનાં ભોજનની પણ ખેવના કરોભોજન એટલે કે ખોરાક એ દરેક મનુષ્ય તેમજ દરેક જીવંત પ્રાણીની પ્રથમ અને મહત્વપૂર્ણ જરૂરિયાત છે. આ વિશ્વમાં બધા જ માનવી બે વખતની રોટી કમાવવા માટે જ આખો દિવસ મહેનત કરતા હોય છે, જેથી તેનો પરિવાર ભૂખ્યો ન સૂવે. ભોજન વગર આ પૃથ્વી પર માનવજીવન અશક્ય છે.

ભૂખમાં તળપતા પશુ, પક્ષી, પ્રાણી કે વ્યક્તિને ભોજન દેનારના અંતરમાં કદાચ થોડો સંતોષ કે દાન દેવાનો આનંદ થતો હશે, પરંતુ ભોજન પ્રાપ્ત કરનારના અંતરમાં ઈશ્વરનો વ્યક્ત થતો ઉદ્‌ગાર બહુ શક્તિમાન હોય છે અને એ ઉદ્‌ગાર ભોજન આપનારને જીવનભર ન્યાલ કરી દે છે. તરસ્યા પ્રાણીને જળપાન કરાવવા માટે તો ધનપતિઓ ઠેકાણે ઠેકાણે પરબો બંધાવે છે મદદ મેળવનારનાં ચહેરાની ખુશી અને મસ્તી, ખરેખર ભગવાનનાં મુખાર્વિંદનું મંદ મંદ હાસ્ય હોય છે. કહેવાય છે કે ભક્તિ ભોજનમાં હોય તો ભોજન પણ પ્રસાદ બને છે.મંદિરે જાવ ત્યારે એક પ્રાર્થના આવી પણ કરજો હે પરમાત્મા ! ભૂખ્યાને ભોજન દે, તરસ્યા ને પાણી દે, દુઃખમાં હોય એને સમજ શક્તિ દે અને દર્દમાં હોય તેને સહનશક્તિ દે.

ભગવત ગીતામાં કહ્યું છે કે, ‘જીવિત અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુ, પ્રાણી હોય કે માનવ, તો જ શાંતિથી અને ચિંતામુકત જીવી શકે જો તેની પાસે પર્યાપ્ત ખોરાક હોય. દરેક જીવનાં અસ્તિત્વ માટે ખોરાક જરૂરી છે. ખોરાક વરસાદથી પેદા થાય છે અને વરસાદ પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યેનાં ત્યાગનાં આધારે જ થાય છે. પરમાત્મા પ્રત્યેનાં સમર્પણ અને ત્યાગ વૈદિક ક્રિયાઓમાંથી ઉદ્ભવે છે.’ મનુષ્ય સાથે પશુ, પક્ષીનાં ભોજનની પણ ખેવના કરો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/