fbpx
અમરેલી

સાંસદ નારણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે

વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આવતીકાલ તા.૩૦ નવેમ્બર, ૨૦૨૩ ગુરુવારના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા અને જાબાળ ગામે પ્રાથમિક શાળાના પટાંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, વિશેષ કાર્યક્રમ પણ આ તકે યોજાશે. સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાની ઉપસ્થિતિમાં લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે.  આવતીકાલ તા.૩૦ નવેમ્બર, ૨૦૨૩ ગુરુવારના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રવચનને નિહાળી શકાશે. વધુમાં તે પ્રવચન વેબસાઈટ https://pmindiawebcast.nic.in પર જીવંત પ્રસારણ નિહાળી શકાશે.

        ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના પૂર્વનિર્ધારિત રુટ મુજબ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ધારી તાલુકાઓના ગામડાઓમાં તા.૨૯ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. જ્યારે સાવરકુંડલા તાલુકામાં તા. ૦૧ જાન્યુઆરી,૨૦૨૪ સુધી પરિભ્રમણ કરશે. કુંકાવાવ તાલુકામાં તા.૧૬ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. રાજુલા તાલુકામાં આ યાત્રા તા.૨૮ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. બાબરા તાલુકામાં તા.૨૨ ડિસેમ્બર સુધી પરિભ્રમણ કરશે. મહત્વનું છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ-જલ જીવન મિશન, દીનદયાલ અંત્યોદય યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટિલાઇઝર યોજના સ્વામિત્વ યોજના, જનધન યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે. આમ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/