fbpx
અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી માં લોક જાગૃતતા ઉદેશ્ય સાથે ઉજવાયો વિશ્વ એઇડ્સ દિવસ.

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 01 ડિસેમ્બરના રોજ AIDS પ્રત્યે જાગૃતતા લાવવા અને તેને ફેલાતા અટકાવવા ના  ભાગ રૂપે વિશ્વ એઇડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેના ભાગ રૂપે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી  ખાતે લોક જાગૃતિના ઉદેશ્ય સાથે  WHO ની થીમ અને ડી.એન.પી. ની ગાઈડ લાઈન મુજબ વિશ્વ એઇડ્સ દિવસની ઇજવણી કરવામાં આવેલ હતી. જેમાં સવારે ૯:૩૦ વાગે કેન્ડલ લાઈટ કાર્યક્રમનું આયોજન થયેલ હતું

અને માનવ સાંકળ બનાવી સમગ્ર હોસ્પિટલ પરીસરમાં હાજર રહેલ લોકો અને સારવાર માટે આવનાર ૧૦૦૦ કરતા વધુ દર્દીઓ તથા તેમના સગાને એઇડ્સ વિષે યોગ્ય જાણકારી આપવામાં આવી હતી. તેમાં એઇડ્સ થયેલ છે. કે નહીં તેની જાણકારી મેળવવા માટે ક્યાં પ્રકારના રિપોર્ટ અને તપાસ કરાવવી  એઇડ્સ થયેલ હોય તો વિના સંકોચ યોગ્ય સારવાર કઈ રીતે મેળવવી અને એઈડ્સ ના થાય તે માટે કેવી કાળજી રાખવી. વગેરે બાબતે જાણકારી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલ હતું.

            વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સુપરીટેન્ડેન્ટ ડો.આર.એમ.જીતિયા, CDMO ડો.ધારા જોષી, ડો.સતાણી, ડો.શોભનાબેન  મહેતા તથા એ.આર.ટી. સેન્ટરના તમામ સ્ટાફ તથા હોસ્પિટલ મેનેજમેન્ટ  વિભાગના દિનેશભાઈ કાપડિયા અને ભરતભાઈ ધડુક વગેરે ઉપસ્થિત રહિયા હતા.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/