fbpx
અમરેલી

રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ  મહાઅભિયાન અંતર્ગત  સાવરકુંડલા ખાતે આવેલ  સરકારી પ્રાથમિક શાળા શ્રી. બ્રાં.શા.નંબર ૭ માં શાળાનાં દરેક બાળકોને સમૂહમાં સૂર્ય નમસ્કાર કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. 

સાવરકુંડલા શહેરનાં શાળા નંબર ૭ ના વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે સમૂહમાં સૂર્ય નમસ્કાર કરતાં જોવા મળ્યા. શાળા નંબર સાતના આચાર્યા શ્રી કંચનબેન કાથરોટિયા તથા શાળા પરિવાર બાળકોને સૂર્ય નમસ્કાર અને તેનાથી થતાં લાભોની રસપ્રદ વાતો પણ કરી. આમ તો ભારતીય સંસ્કૃતિમાં સૂર્યને શક્તિનું સ્વરૂપ સમજવામાં આવે છે અને આમ ગણીએ તો સૂર્ય જ જીવનનું દ્યોતક છે.

સવારના સૂર્યના કૂણા તડકાનો લાભ લેવાથી શરીરના આરોગ્ય માટે ખૂબ ઉપકાર છે. અરે, કોરોના કાળ દરમિયાન જ્યારે કોરોના વાયરસનો જગતમાં વ્યાપ વધીને કહેર મચાવતો હતો અને લોકો તથા સંશોધકો પણ આ રોગની સારવાર માટે કોઈ ઈલાજથી વાકેફ ન  હતા.. ધીમે ધીમે સંશોધન થયું. કોરોના પ્રતિરોધક રસીનું સંશોધન પણ થયું.. આવા સમયે કોરોનાગ્રસ્ત લોકોને ખુલ્લા મેદાનમાં સૂર્યના તડકામાં  બેસાડીને પણ કોરોનાથી સાજા થવા માટેની એક ફોર્મ્યુલા પણ અપનાવવામાં આવી હતી. પ્રાતઃ કાળના કૂણા તડકામાં આમ પણ ખુલ્લામાં સૂર્ય સ્નાન કરવાથી શરીરને પોષક ઉર્જા મળે છે. એટલે જ કદાચ ભારતીય સંસ્કૃતિમાં  પ્રાતઃ કાળે નદી કિનારે સ્નાનાદિકાર્ય સાથે સૂર્યને અર્ઘ્ય આપવામાં આવતું જળથી સૂર્યાંજલિ અર્પણ કરવામાં આવતી. આમ સૂર્ય એ શક્તિનો સ્ત્રોત છે અને શક્તિને વંદન કરવા એ પણ ભારતીય પરંપરા છે. આમ સૂર્ય નમસ્કાર એ સૂર્ય દ્વારા આપણને મળતી પોષક ઉર્જા માટે આભાર દર્શન પણ ચોક્કસ કહી શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/