fbpx
અમરેલી

જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડિયાના અધ્યક્ષ સ્થાને વડીયા મુકામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યાત્રા અન્વયે જિલ્લાના સાંસદશ્રી નારણભાઈ કાછડિયાના અધ્યક્ષ સ્થાને વડીયા મુકામે સુરગ વાળા માધ્યમિક શાળાનાં પટાંગણમાં  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી- કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.  વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ સ્થળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, આઈ.સી.ડી.એસ, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, આયુષમાન ભવ:  સહિતનાં વિવિધ સ્ટોલનું નિર્માણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

       દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં દેશમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ ‘વિકસિત ભારત’નો સંકલ્પ લીધો હતો. શાળાની બાળાઓએ પ્રાકૃતિક કૃષિ વિષયક ‘ધરતી કરે પુકાર’ નાટ્ય પ્રસ્તુત કર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિવિધ સહાય યોજનાઓના લાભાર્થીઓને પ્રતિકાત્મક લાભ, લાભાર્થી કીટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

      કાર્યક્રમમાં “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિતની સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત થવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ, છેવાડાનાં જન-જન સુધી પહોંચી રહ્યો છે.

      વડીયા મુકામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વડિયા સરપંચ શ્રી મનિષભાઈ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચાવડા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કાનાણી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી સહિતના પદાધિકારીશ્રી-અધિકારી શ્રી ઉપરાંત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/