fbpx
અમરેલી

સ્ટેમ ક્વિઝની સ્પર્ધામાં સાવરકુંડલાનો વિદ્યાર્થી હાર્દિક રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે

ગુજરાત સ્ટેમ ક્વિઝ એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. ગુજરાત  સ્ટેમ્પ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં સ્ટેમ( સાયન્સ, ટેકનોલોજી ,ઇજનેરી ,મેથેમેટિક્સ) વિશે ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ જિલ્લા ,બોર્ડ ,માધ્યમ, ધોરણ(૯ થી ૧૨ )ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ સ્પર્ધા અંતર્ગત સાવરકુંડલાનો વિદ્યાર્થી ઝીંઝવાડીયા હાર્દિક કે જેઓ કે. કે. હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૨  સાયન્સમાં અભ્યાસ કરે છે તેમણે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સમગ્ર તાલુકામાંથી ૧૦  વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા ત્યારબાદ ૧૧ મે ના રોજ રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝનું આયોજન સાયન્સ સીટી અમદાવાદ ખાતે થયું હતું, જેમાં  ઝિંઝુવાડીયા હાર્દિક સાવરકુંડલા તાલુકામાંથી નેશનલ સ્ટેમ ક્વિઝ માટે પસંદ થયેલ છે .રાજ્ય સ્ટેમ ક્વિઝમાં શ્રેષ્ઠ દેખાવ બદલ તેમને  સેમસંગનું ટેબલેટ  ઇનામ સ્વરૂપે મળેલ. આ તકે કે.કે.હાઈસ્કૂલ  સમગ્ર સ્ટાફ તથા આચાર્યશ્રી તથા  તેમની ભૂતપૂર્વ પ્રાથમિક શાળા પે સેન્ટર શાળા નંબર ૧ ( તાલુકા શાળા) સ્ટાફ તેમને  નેશનલ કક્ષા માટે શુભેચ્છા પાઠવી છે. તેમજ આ તકે  ઝિંઝુવાડીયા હાર્દિક  ગુજકોસ્ટના મેમ્બર સેક્રેટરી શ્રી ડોક્ટર નરોતમ સાહુ સાહેબનો આભાર પ્રગટ કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/