fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઈટ પાસે નગરપાલિકા નિર્મિત શાકમાર્કેટ છેલ્લા ઘણા સમયથી ઘૂળ ખાય રહી છે. 

સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઈટ પાસે નગરપાલિકા નિર્મિત શાકમાર્કેટ છેલ્લા ઘણા સમયથી ઘૂળ ખાય રહી છે. હાલ સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાના અભિયાન સંદર્ભે સ્વચ્છતા ઝુંબેશ તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક નાબૂદી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે આ શાકમાર્કેટની ધૂળ ખાતી ઇમારતનો વહેલી તકે સદુપયોગ થાય એ ઇચ્છનીય છે.

સાવરકુંડલા શહેરમાં આવેલ દેવળા ગેઈટ પાસે નગરપાલિકા નિર્મિત શાકમાર્કેટ છેલ્લા ઘણા વર્ષોથી ધૂળ ખાઈ રહી છે… પ્રસ્તુત તસવીરમાં એ શાકમાર્કેટ કે જે ખાલીખમ છે. એટલે કે હજુ સુધી કાર્યરત થઈ નથી. કારણો જે પણ હોય તે વિગતમાં નહીં પડતાં આ કિંમતી ઈમારત હજુ ધૂળ ખાઈ રહી છે એ પણ એક હકીકત છે. આસપસ ગંદકી પણ જોવા મળે છે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા જ્યારે સ્વચ્છતા ઝુંબેશ અને પ્રતિબંધિત પ્લાસ્ટીક નાબૂદી ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે આ બાબતે પણ ખૂબ ગંભીરતાથી આ શાકમાર્કેટના બિલ્ડિંગનો સત્વરે સદુપયોગ થાય એ ઇચ્છનીય છે હજુ ત્રણ  દિવસ પહેલા જ શહેરના એક જાગૃત નાગરિક દ્વારા આ સમસ્યા સંદર્ભે ફેસબુકના માધ્યમથી બળાપો કાઢવામાં આવેલ. પ્રસ્તુત તસવીર હજુ ગતરોજ સાંજની જ છે.

ખાલી ધૂળ ખાતી આ શાક માર્કેટની ઈમારત શાકભાજી વેચતા વેપારીઓને ખાલી ટોકન ભાડું માસિક ૩૦૦ રૂપિયા એટલે કે પ્રતિદિન દસ રૂપિયાના ભાવે પણ ફાળવવામાં આવે તો દેવળા ગેઈટ આસપાસ શાકભાજી વેચતા વેપારીઓને સારી સુવિધા પણ ઉપલબ્ધ થાય અને તેમને માટે એક સલામત સ્થળ ઉપલબ્ધ થાય..અને વર્ષોથી ખાલીખમ શાકમાર્કેટ ધમધમતી થઈ શકે. જો કે આ સંદર્ભે પણ અહીં શાકભાજી વેચતાં વેપારીઓ સાથે સતાધીશોએ વિચાર વિમર્શ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવે તો કદાચ આ શાકમાર્કેટ ચાલુ થઈ શકે એવું પ્રાથમિક અનુમાન છે. બાકી તો આમને આમ ધૂળ ખાતી શાકમાર્કેટ સમય જતાં જર્જરીત થતાં વાર થોડી લાગશે.?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/