fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત કાણકીયા કોલેજમાં થેલેસેમિયા જાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન પરિવાર સાવરકુંડલા વાળા (હાલ મુંબઈ)ના સંપૂર્ણ આર્થિક સહયોગથી આગામી તા.૨૯/૧૨/૨૩ શુક્રવારના રોજ મેગા થેલેસેમિયા કેમ્પનું આયોજન થયેલ છે,તે અંતર્ગત આજરોજ કાણકિયા કોલેજમાં થેલેસેમિયા જાગૃતિ અંગે એક સેમિનારનું આયોજન થયેલ.

સેમિનારની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ.   પ્રિ.ડો.એસ સી રવિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે સંક્ષિપ્તમાં સચોટ વાતો કરેલ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડો.જે.બી.વડેરા, વાઈસ પ્રેસિડેન્ટ ડો.પીપળીયા ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આજરોજ સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ (ગજાનંદ લેબોરેટરી) દ્વારા થેલેસેમિયા શું છે? થેલેસેમિયા ટેસ્ટ શા માટે જરૂરી છે? થેલેસેમિયા જાગૃતિના અભાવે ભવિષ્યમાં લગ્ન સંબંધોમાં કેવી મુશ્કેલી પડે,કેવા શારીરિક પ્રશ્નોનો સામનો કરવો પડે તે બાબતે ઉદાહરણ સહિત સચોટ માર્ગદર્શન આપેલ. થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓ પોતે પણ જાગૃત થાય તથા આસપાસના લોકોને પણ આ અંગે માર્ગદર્શન આપે તેવું સૂચન કરેલ.કાર્યક્રમના અંતે પ્રિ.ડો.એસ.સી.રવિયાએ આભાર વિધિ કરેલ તેમજ સેમિનાર ને સફળ બનાવવા કોલેજના પ્રો.હૈદરખાન પઠાણ, પ્રો.પાર્થ ગેડિયા,પ્રો.વિપુલભાઈ તથા સૌ સ્ટાફ ગણે જહેમત ઉઠાવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/