fbpx
અમરેલી

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના અંતર્ગત લાભ મેળવવા ખેડૂતોએ તા.૨૮ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરવી

જિલ્લાના ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના પૈકીની ‘ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય’ આપવાની યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૨૯ ડિસેમ્બર, ૨૦૨૩થી ખુલ્લુ રહેશે. ખેડૂતોએ તા.૨૯.૧૨.૨૦૨૩. થી તા.૨૮.૦૧.૨૦૨૪ સુધીમાં www.ikhedut.gujarat.gov.in પરથી અરજી પત્રકો મોકલી શકે છે. વધુમાં, આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી તાલુકાવાર લક્ષ્યાંકની ૧૧૦ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી કરવામાં આવ્યું છે. આથી લક્ષ્યાંકની મર્યાદામાં જે-તે તાલુકાની અરજીઓ થયા બાદ તે તાલુકામાં અરજી થઈ શકશે નહીં. ખેડૂતોએ અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવી. પૂર્વ મંજૂરી મળ્યા બાદ અરજીની નકલ સાથે જરુરી સાધનીક પુરાવાઓ સંબંધિત કચેરીને મોકલવા. વધુ જાણકારી માટે સંબંધિત તાલુકાના અને ગામના વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/