fbpx
અમરેલી

ર૦૨૪નાં વર્ષને નવી આશા અને નવું શીખવાની સાથે સ્વીકારીએ.. બદલતી પર્યાવરણીય પેટર્ન અંગે પણ પર્યાવરણને નુકસાન ન થાય તે માટે પ્રયત્નશીલ રહીએ

હા, બસ આ છેલ્લી પળો છે ર૦ર૩ના વર્ષની. ૨૦૨૪નાં વર્ષનું સોનેરી પ્રભાત થવાને હવે ગણ્યા ગાંઠ્યા કલાકો બચ્યા છે. ત્યારે વિતેલા વર્ષનું સરવૈયું કરવા માટે તૈયાર રહીને ક્યા ખોયા? ક્યા પાયા? અંગે મનોમંથન કરીને આપણે આ વર્ષે કરેલી ભુલોમાંથી આપણે ફરીએ ભુલ ન થાય શીખવાનું છે. પરિવર્તન જીવનનો સંદેશ છે.એ સત્યને સ્વીકારીને  જીવનમાં અપડેટ થતાં રહેવું પડશે. નવું નવું શીખવા અને સ્વીકારવા માટે પ્રતિક્ષણ તૈયાર રહેવું પડશે. જગતમાં આ વર્ષે સકારાત્મક અને હિતકર હોય એવા સંકલ્પો અચુક કરીએ. ઈશ્વરે આપણને ઘણું બધુ આપ્યું છે. પ્રકૃતિ આપણને અઢળક સુખ વિનામૂલ્યે અર્પણ કરે છે. જીવનમાં પૈસા જ સર્વસ્વ નથી. પ્રેમ, આદર, સત્કાર, ક્ષમા, કરુણા, સહિષ્ણુતા જેવા અનેક જીવન મૂલ્યો પણ છે જેને કેળવવા. સકારાત્મક દોસ્તી, ભાઈચારો, નિઃસ્વાર્થ સેવા,માનવતા, દયા, વગેરે ઈશ્વરે આપેલ ભેટ છે. ક્ષણનો આનંદ માણો સંઘર્ષમાં જ મજા છે. આ જીવન એક સંગ્રામ છે તેને પ્રતિક્ષણ માણો. એક વાત પણ મનમાં ગાંઠ વાળી લેવાની છે. જે મજા સંઘર્ષમાં છે તેનો મિજાજ જ કંઈ ઓર હોય છે.  ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહેવું કોણી મારીને કુવડું કરવું એ સૂત્રને હ્રદયસ્થ કરવું.  આપવાનો આનંદ લ્યો. નવી આશા, નવા  ઉમંગો અને તંદુરસ્તીની ભાવનાં સાથે નવા વર્ષને વધાવીએ પ્રસન્નતા સાથે સ્વીકારીએ અને પ્રસન્ન રહીએ. ઈશ્વરને પ્રાર્થીએ સહુને શારીરક અને માનસિક તંદુરસ્તી અર્પણ કરે અને માનવ સેવા કરવાની શકિત આપે. સાથે સાથે નવવર્ષની શુભકામનાઓ. .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/