fbpx
અમરેલી

લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ભગવાન શ્રી રામ ઐત્તિહાસિક ચિત્રસ્પર્ધાનું આયોજન

સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સેવાની સુવાસ ફેલાવનાર લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા ભગવાન શ્રી રામ ઐત્તિહાસિક ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

અયોધ્યા જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન રામના જીવનચરિત્રને રંગોથી કંડારવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી દ્વારા ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ માટે ઓપન ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં અમરેલી જિલ્લાના અઢાર વર્ષથી નીચેની વયના કોઈપણ અભ્યાસુ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

આ ચિત્ર સ્પર્ધામાં સ્પર્ધકે ફરજિયાતપણે ચિત્ર ભગવાન રામના જીવનચરિત્રને કેન્દ્રસ્થાને રાખવાનું રહેશે. ચિત્ર 15*24 ઇંચની ડ્રોઈંગ સીટ પર દોરવાનું રહેશે. જેઓ શાળામાં અભ્યાસ નથી કરતા પણ ચિત્રકળામા રસ ધરાવે છે તેઓ વય મર્યાદાના નિયમમાં આવતા હોય તો ભાગ લઈ શકે છે.

સ્પર્ધક ચિત્ર પોતાની અનુકૂળતાએ ઘરે તૈયાર કરી શકે છે. ચિત્ર સંપુર્ણપણે વિદ્યાર્થીનું પોતાનું મૌલિક સર્જન હોવું જોઈએ. સ્પર્ધકે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૩ પહેલા ચિત્ર સંસ્થાના પ્રોજેક્ટ ચેરમેનના વોટ્સએપ પર સબમિટ કરાવવાનું રહેશે. આવેલા ચિત્રોમાંથી પસંદ થયેલા સ્પર્ધકોને ૨૨ તારીખે સ્પર્ધા માટે આમંત્રણ આપવામાં આવશે. જેમાં તેમણે એ જ કૃતિ અથવા તેને અનુરૂપ ફરીથી ચિત્ર દોરવાનું રહેશે.

વધુ માહિતી માટે સ્પર્ધકે પ્રોજેક્ટ ચેરમેન સાથે સંપર્ક કરવાનો રહેશે. જે માટે લાયન રોહિત મહેતા 9426735030, લાયન ગૌરવ પટેલ 9727571009, લાયન રિતેશ સોની 9427252462, લાયન અરૂણ ડેર 9925027726, લાયન સંજય માલવિયા 9427745550 પર કરવાનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/