fbpx
અમરેલી

આંસોદર પ્રાથમિક શાળામાં પી.એસ.સી સેન્ટર તરફથી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાય

દામનગર ના આસોદર આજરોજ તારીખ ૦૯/૦૧/૨૪  ના દિવસે શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં આંસોદર પી.એસ.સી સેન્ટર તરફથી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ધોરણ છ થી આઠ ના ૭૫  બાળકો જોડાયા હતા. જેમાં અગાઉથી થયેલ આયોજન મુજબ બાળકોને ઉપરોક્ત વિષયાનુરૂપ ચિત્ર સ્પર્ધા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. જે મુજબ આજરોજ પી.એસ.સી આંસોદર તરફથી સ્ટાફ શ્રી આંસોદર પ્રાથમિક શાળામાં ઉપસ્થિત થયેલ, જેમનું શાળા પરિવારે સ્વાગત કરેલ અને કાર્યક્રમ વિશે સૌને માહિતગાર કરેલ આ કાર્યક્રમ મુજબ પી.એસ.સી તરફથી બાળકોને કાર્ડ પેપર, કલર વિગેરે પણ પૂરા પાડેલ હતા.

બાળકોએ ભાગીદારી નોંધાવી ઉત્સાહથી પોતાનું પર્ફોર્મન્સ વ્યક્ત કરેલ હતું.  સ્પર્ધાના અંતે ચિત્રો એકઠા કર્યા અને તેમાંથી પ્રથમ નંબર મેળવેલ માવાણી દિવ્યાની દ્વિતીય નંબર મેળવેલ ચૌહાણ સુહાના અને તૃતીય નંબર મેળવેલ ઠોળિયા નેન્સીને બેગ, પેન અને પ્રમાણપત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી એનાયત કરેલ.તેમજ ભાગ લેનાર ધોરણ છ થી આઠ ના તમામ બાળકોને પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. અંતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર બહેનશ્રી તરફથી બાળકોને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવેલ હતો. અતે આચાર્ય શ્રી સુરેશભાઈ નાગલા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/