fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં કરૂણા અભિયાન અંતર્ગત જુનાગઢ વન વિભાગનાં સી.સી.એફ. આરાધના સાહુ મેડમ દ્વારા  સાવરકુંડલા કંટ્રોલરૂમની મુલાકાત લેવાઈ..

રાજ્યમાં ઉત્તરાયણનાં પર્વ પર ઘાયલ પશુ પક્ષીઓ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં  સી.સી.એફ. આરાધના સાહુ સાહેબ – જુનાગઢ તથા રાજદીપસિંહ ઝાલા સાહેબ ડી.સી.એફ – ધારી સાવરકુંડલા શહેરની મુલાકાત લઈ ઘાયલ થતા પક્ષીઓ માટે કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી તથા નોર્મલ રેન્જ સાવરકુંડલા તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા કરુણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકામાં ઘાયલ થતા પક્ષીઓ તેમજ ઉત્તરાયણ પર્વ પર દોરીથી થતા અકસ્માતોથી બચવા જનજાગૃતિ લાવવા માટે ૧૨૨-શાળાઓના બાળકોને પત્રિકાઓ દ્વારા માહિતી તેમજ યોગ્ય સમજણ આપવામાં આવી હતી.

સાવરકુંડલા શહેર તથા તાલુકામાં પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓને સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલા દ્વારા રેસક્યુ કરી વધુ સારવાર માટે વન વિભાગના કંટ્રોલ રૂમ સુધી પહોંચતા કરી સારવાર પૂરી પાડવામાં આવી હતી તેમજ પતંગનાં દોરાથી પશુ-પક્ષી તથા માનવીઓના અકસ્માતો અટકાવવા સાવરકુંડલા શહેરના તમામ માર્ગો ઉપર કરુણા અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વન વિભાગ નોર્મલ રેંજ – સા.કુંડલાનાં આર.એફ.ઓ. પી.એન.ચાંદુ તથા સાવરકુંડલા શહેર તથા તાલુકામાં છેલ્લાં ઘણાં વર્ષોથી પર્યાવરણ તેમજ વાઈલ્ડ લાઈફ બચાવવા કામ કરતી સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ – સાવરકુંડલાનાં ૨૩-સ્વયંસેવક મિત્રો દ્વારા ૧૧-પક્ષીઓનાં જીવનો બચાવ કરવામાં આવ્યો હતો ગત વર્ષની સરખામણીમાં બાળકો તેમજ લોક જાગૃતિના કારણે આ વર્ષે ઘાયલ પક્ષીઓનો દર ઓછો રહ્યો છે. ભવિષ્યમાં ઘાયલ પક્ષીઓની સંખ્યા માં નિલ આવે તેવા વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/