fbpx
અમરેલી

સાવરકુંડલા આહિર બોર્ડિંગ ખાતે આહિર સમાજની મિટીંગ યોજાઈ. હોદેદારોની વરણી થઈ. 

તારીખ ૧૨/૦૧/૨૦૨૪ના રોજ આહિર બોર્ડિંગ – સાવરકુંડલા ખાતે આહિર સમાજની મીટીંગ યોજાઈ જેમાં સાવરકુંડલા શહેરની આહીર સમાજની પરિવાર પોથી બનાવાવની યોજનાને નક્કર સ્વરૂપ આપવામાં  આવ્યું અને તેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત  ધર્મેન્દ્રભાઈ કનાલા દ્વારા સમાજના નિ:શુલ્ક જનરલ નોલેજના વર્ગોની ચર્ચા કરી અને તારીખ ૧૮/૦૧/૨૦૨૪ના રોજ તેનો પ્રથમ દિવસ નક્કી કરવામાં આવ્યો છે જેમાં ધોરણ નવ અને તેનાથી ઉપરના બાળકો ભાગ લઈ શકશે. આ ઉપરાંત સર્વાનુમતે આહિર સમાજ કમિટીનું નિર્માણ કરવામાં આવ્યું.

જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ,મંત્રી, ખજાનચી, સહખજાનચીની વરણી આ મિટિંગમાં થઈ. બધાએ નવ નિયુક્ત હોદ્દેદારોનું શાલ , પુસ્તક અને પુષ્પગુચ્છથી સન્માન કરેલું. જેમાં સંજયભાઈ કાતરિયા- પ્રમુખ, ધર્મેન્દ્રભાઈ કનાલા- ઉપપ્રમુખ,મુળુભાઈ મોરી – મંત્રી, આણંદભાઈ બાંભણિયા – ખજાનચી, જયંતિભાઈ હડિયા –  સહખજાનચી, તથા સભ્યો તરીકે વિશાલભાઈ વાઘ, મિલનભાઈ બલદાણિયા, વાસુરભાઈ મોરી, મહેશભાઈ બાંભણિયા,  કિશનભાઇ યાદવ, તરીકે નિયુક્ત થયાં. આ ઉપરાંત દર મહિને એકવાર ભેગા થઈને પચાસ રૂપિયા ઘર દીઠ લઈ આગામી દિવસોમાં તેનો વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવાની યોજના શરૂ થઈ અને દરેક મહિનાના બીજા સોમવારે  મળવાનું નક્કી કર્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/