fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આજરોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શ્રી રામલલ્લાની દબદબાભેર વિશાળ જનમેદની સાથે ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળી

અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તેવા પાવન પ્રસંગે આજરોજ અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ કેળવણીના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સવારે ૮-૩૦ કલાકે શ્રી રામલ્લાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા પ્રસ્થાન સંતો, રાજકીય અગ્રણીઓ, વિધાર્થીઓ તથા શાળાના શિક્ષકો  સમેત શહેરની વિવિધ ધાર્મિક, શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ મંડળો અને નગરજનો ઉત્સાહભેર ભાગ લઈને આ અવસરને દિવાળી કરતાં પણ સવાયો બનાવ્યો. સમગ્ર સૌરાષ્ટ્રમાં એક અનોખી ભાત પાડતો આ નગરયાત્રા લોકોના ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બન્યું આ નગરયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ સમેત  ઉપસ્થિત તમામે જાણે અનોખો માહોલ રચ્યો હોય તેવા અદ્ભુત અને અવિસ્મરણીય દ્રશ્યો સર્જાયા. સાવરકુંડલા ગુરૂકૂળથી લગભગ એક કિલોમીટર લાંબી આ શોભાયાત્રાના દર્શનાર્થે શહેરમા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નાના ભૂલકાઓએ હનુમાનજી મહારાજની વેશભૂષા સાથે અનોખું વાતાવરણ પ્રસ્થાપિત કર્યું હતું

વિવિધ આકર્ષક વેશભૂષા સાથે બેન્ડ અને ડી. જે. ના તાલે ખૂબ જ શિસ્તબદ્ધ રહીને જયશ્રી રામના નારા લગાવતાં બાળકોએ પણ અનોખું દિવ્ય વાતાવરણ સર્જ્યું હતું.. આ નગરયાત્રામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ખૂબ જ હોશેહોંશે  ઉપસ્થિત રહ્યા હતા. મહેશભાઈ તરફથી એક હજાર મીટરની ધજા પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ નગરયાત્રામાં  શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના વડા પ. પૂ શાસ્ત્રી શ્રી ભગવતપ્રસાદદાસજી સંસ્થાના પ્રમુખ શ્રી શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રસાદદાસજી સમેત ગુરૂકૂળના સંતો ખાંભા ગુરૂકૂળના સંતો તેમજ અમરેલી અને સાવરકુંડલા સ્વામીનારાયણ મંદિરના સંતો અમરેલીથી પધારેલ મુકેશભાઈ સંઘાણી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા ગામના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલા શહેર પોલીસ દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તકે સમગ્ર શહેરનો માહોલ રામમય થતો જોવા મળેલ લોકો પણ આ નગરયાત્રાને હરખથી વધાવતાં જોવા મળ્યા હતાં.. રસ્તામાં ભકતજન દ્વારા પાણી અને સરબતની પણ વ્યવસ્થા સ્વયંભૂ રીતે કરવામાં આવી હતી. એક અનોખો લોક જુવાળ પ્રગટતો જોવા મળેલ.

લોકો પણ આવા અવિસ્મરણીય પ્રસંગને પોતાના હ્રદયમાં મનભરીને માણવા આતુર હોય તેમ નીકળી પડ્યા હતા અને ફૂલડે વધાવતા જોવા મળેલ જાણે  આ સંભારણાને આપણી પેઢી અને ભાવિ પેઢી માટે એક યાદગાર ચિરંજીવી પ્રસંગ બનાવવા તત્પર હોય તેવો માહોલ સર્જાયો હતો. અંતે અહીં જે. વી મોદી હાઈસ્કૂલના પટાંગણમાં આ નગરયાત્રા પૂર્ણ જાહેર થઈ હતી. અહીં જે.વી મોદી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ઉપસ્થિત તમામ દ્વારા વડોદરા ખાતે બાળકો ડૂબી જવાની ગમખ્વાર ઘટના સંદર્ભે બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ. અને રાષ્ટ્રગાન પણ સાથે ભગવાન શ્રી રામજીના પૂજન આરતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ. પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજીએ સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની પણ આ પ્રસંગને રૂડો બનાવવાની  પ્રતિબધ્ધતાને પણ હ્રદયથી આવકારી અને ભારોભાર બિરદાવી હતી..

તો સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પણ આ નગરયાત્રા દ્વારા સમગ્ર ગુજરાતમાં એક અનોખો માહોલ જોવા મળ્યો હતો તેમ જણાવી ગુરૂકૂળ સંસ્થાના આ કાર્યને બિરદાવ્યુ હતું. અને છેલ્લે મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ મેહૂલભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, જીવનભાઇ વેકરીયા, પ્રવીણભાઈ સાવજ સમેત  ભાજપના કાર્યકરો દ્વારા ઉપસ્થિત તમામ સંતોનું શાલ ઓઢાડી સન્માન કરી દેશ ખરેખર રામરાજ્ય બનવા જઈ રહ્યો છે એ સંદર્ભે સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. આમ સાવરકુંડલા શહેરની આ નગરયાત્રા એક સોનેરી સુખદ સંભારણું બની રહ્યુ  તેવી રીતે ઉજવવામાં આવેલ   અંતે  સંસ્થાના વડા પ. પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતપ્રસાદદાસજી, પ્રમુખશ્રી શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી તથા કોઠારી શાસ્ત્રી સ્વામી શ્રી અક્ષરમુક્તદાસજી તથા ગુરૂકૂળ પરિવાર તરફથી નગરયાત્રામાં જોડાયેલ તમામનો જાહેર આભાર પણ માનવામાં આવેલ..આમ સાવરકુંડલા શહેરે આજે રામમય થઈને સમગ્ર વિશ્ર્વને એક અનોખો સંદેશ આપ્યો હતો કે હવે બસ રામરાજ્ય સ્થાપિત થશે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/