fbpx
અમરેલી

દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના કૌભાંડ અંગે અંતે અયોગે માંગ્યો અહેવાલ 

દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના કૌભાંડ અંગે અંતે અયોગે માંગ્યો અહેવાલ સરકાર પ્રત્યે વફાદારી અને ફરજ નિષ્ઠા હોય તો. પટ્ટાવાળા થી કાર્યપાલક ઇજનેરે સરકારી સંપત્તિ ને કોરોડો નું નુકશાન કરનાર સામે પોલીસ ફરિયાદ કરવી જોઈ એ ઓપરેટર રોજમદાર ની મહેકમ કરતા અનેક ગણી સંપત્તિ મિકલતો નું સર્જન ક્યાં થી ?દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ નો કૌભાંડ માં વિજિલન્સ ની એન્ટ્રી નક્કી ગુજરાત રાજ્ય તકેદારી આયોગ દ્વારા ક્રમાંક પગબ/૧૧/૨૦૨૩/૩૭૯૧૪/g થી જલસેવા ભવન સભ્ય સચિવ ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાસે અહેવાલ માટે આદેશ આપ્યો દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની અનેકો ફરિયાદો પછી

અંતે તકેદારી આયોગ દ્વારા તપાસ માટે સબંધ કરતા વિભાગ પાસે અહેવાલ મંગાવ્યો દામનગર શહેર માં વર્ષો થી એકજ જગ્યા રહી મોટા પ્રમાણ માં પોતા ના અંગત વેપાર ધંધામાં રચ્યા પચ્યા તંત્ર એ સંપૂર્ણ કચેરી વેચી મારી અંગત લાભ માટે સરકારી સમાન પાઈમ ભૂંગળા અને ઇમલો વેચી અપ્રમાણસર ની મિલકતો ઉભી કરનાર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના અનેક કર્મચારી ઓતો અન્ય શહેર માં રહી વગર ફરજે વર્ષો થી પગાર મેળવતા રહ્યા છે ત્યારે કાર્યપાલક ઈજનેર ની કૃપા અને એ.સી ના આશીર્વાદ થી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ નું કૌભાંડ દિન પ્રતિદિન બે રોકટોક ચાલતું રહ્યું છે

હંગામી ડેસ્ટોક ની MM ૪૦૦ લાઈન ૪૫ દિવસ ના ઉપીયોગ બાદ સ્ટોર માં મુકવા ના બદલે તંત્ર એ કેમ વેચી ? આટલી વિશાળ કચેરી કમ્પાઉન્ડ કોને કોની મંજૂરી થી વેચી આપ્યું ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના સુપરવાઇઝરે આટલા વર્ષો અમરેલી રહી ને શેનું સુપર વિજન કર્યું ? કરોડો નો સમાન અને પાઇપ ઇમલો ગાયબ થયો ત્યાં સુધી સુપર વાઇઝર અને સ્ટોર કીપર ક્યાં હતા ? અને શેનું સુપર વિજન કર્યું ? સંપૂર્ણ કચેરી નો ઇમલો ટ્રક મોઢે ભરાય ને જતો રહ્યો હતો ત્યારે વોચ મેન કોણ ક્યાં હતા ? કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના કૌભાંડ ઉપર પડદો પાડવા ચીફ ઈજનેર સૌરાષ્ટ્ર ઝોન સુધી તંત્ર દ્વારા ઢાંકપીચોડો કરવા તજવીજ કરાઈ રહી છે

કાળુભાર પાણી પુરવઠા બોર્ડ માંથી તાજેતર માં બે ઓપરેટર ની બદલી કરી બધું સાફસુથરુ દેખડવા પ્રત્યન કાર્યપાલક ઇજનેરે દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના બે ઓપરેટરો ની બદલી કરવા કરવાનો નિર્ણય કેમ લીધો ? ખર્ચ વગર સંપૂર્ણ મફત પટ્ટાવાળા થી લઈ કાર્યપાલક સુધી કોઈ એ કરોડો ની સરકારી સંપત્તિ MM ૪૦૦ લાઈન અને ઇમલો ગુમ થયા ની પોલીસ ફરિયાદ સરકાર પક્ષે કેમ ન કરી ? કાર્યપાલક ઈજનેર કોને બચાવવા માંગે છે ?

કાળુભાર પાણી પુરવઠા કચેરી ના પટ્ટાવાળા થી લઈ કાર્યપાલક ઈજનેર પ્રમાણિક ફરજ નિષ્ઠ હોય તો સરકારી સંપત્તિ ને થયેલ કોરોડો ના નુકશાન અંગે સરકાર પક્ષે પોલીસ ફરિયાદ કરી સરકાર પ્રત્યે વફાદારી દર્શાવવી જોઈ એ ઓપરેટર અને રોજમદાર ની  મોટી મિલકતો મહેકમ કરતા અનેક ધણી આવક ક્યાંથી સર્જન થઈ ? ACB તપાસ થવી જોઈ એ ૧૯૮૯ થી સતત એકજ જગ્યા એ વગર નોકરી એ પગાર મેળવી અન્ય શહેરો માં વસવાટ કરતા તંત્ર ઉપર સુપર વિજન કોનું અને કેવું હશે ? આખી કચેરી જ ગુમ કરી દેવાય ? ૧૦૦-૧૫૦ વર્ષ પહેલાં ની સ્કૂલ કચેરી ઓ નાળા અડીખમ ઉભા છે અને ૩૦ વર્ષ પહેલાં બનેલ કાળુભાર પાણી પુરવઠો ની કચેરી સંપૂર્ણ નાશ પામી ખુલ્લું મેદાન બની જાય તે વાત ખરી લાગે છે ?

લોખડ ની હેવી લાઈનો વરસાદ માં તણાય એવો વરસાદ ક્યાં પડ્યો છે ? લોખડ ની લાઈન જમીન માં દટાઈ જાય એવો ભુંકમ ક્યાં થયો છે કુદરતી પરિબળ ને જવાબદાર ઠેરવી કૌભાંડ ઉપર પડદો પાડવા કાર્યપાલક ઈજનેર નો જવાબ પણ અજાયબ છે દામનગર કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા ની માંગ થી ગુજરાત રાજ્ય તકેદારી અયોગે અહેવાલ માંગ્યો છે આ કૌભાંડ માં સંડોવાયેલ તમામ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થવા અને પાછલા ઇજાફા પી એફ સહિત ના સરકારી લાભો રોકવા જરૂરી હોય યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તેવી સ્થાનિક કક્ષા એથી અરજદારે માંગ કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/