fbpx
અમરેલી

શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમીત્તે સાવરકુંડલામાં ત્રિદીવસીય કાર્યક્રમોના ધમધમાટમાં જનતાનો પ્રચંડ પ્રતિસાદ

                દેશભરમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી ભાવભેર થઈ પણ અમરેલી જિલ્લામાં સાવરકુંડલા ખાતે જે ભગવાન રાઘવેન્દ્ર ની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવાઈ તે ઉડીને આંખે વળગે તેવું અકલ્પનીય અને અવિશ્વસનીય શણગાર સાથે ન ભૂતો ન ભવિષ્યમાં ક્યારેય કલ્પના કરી હોય તેવું અસ્મરણીય માહોલ ઉભો કરવામાં ધારાસભ્ય મહેશ કસ વાળાની ભગવાન રામ પ્રત્યેની ભાવનાઓ અને ધર્મ પ્રત્યેની સંસ્કારીતાનો બેજોડ નમૂનો સાવરકુંડલા ખાતે થયું તે જિલ્લાભરમાં ક્યાંય ના થઈ શક્યું તેવું અયોધ્યા મય વાતાવરણ દરેક ગલીઓ, શેરીઓ અને મંદિરો સાથે છેલ્લા ત્રણ દિવસ આખું સાવરકુંડલા રામમય બન્યું હતું જેમાં સાવરકુંડલા શહેરના મૂખ્ય માર્ગો, દુકાનો, વૃક્ષો પર અદભુત લાઈટ ડેકોરેશન

ધારાસભ્ય મહેશ કસવાળાએ કરાવીને શહેરને સુશોભિત કરવામાં અગ્ર ભૂમિકા ભજવી હતી ત્યારે સાવરકુંડલા શહેરને ચોખ્ખું ચણાક રાખવામાં નગરપાલિકા દ્વારા દિવસ રાત જોયા વિના બેનમૂન કામગીરી કરવામાં આવી હતી ને શહેર ભરના મંદિરો, શેરીઓમાં સફાઈ અભિયાન હાથ ધરીને ભગવાન રામને સત્કારવા પાલિકા દિલથી કામે વળગી હતી ત્યારે શહેર સાથે ગામડું પણ રામમય બને તેવા ધારાસભ્ય મહેશ કસવાળાના કોલને ગામડાઓમાં જીલ્યો હતો ને ગામડું ગોકુળિયું સાથે અયોધ્યાના ગામડા હોય તેવું વાતાવરણ સાવરકુંડલા ના ગામડાઓમાં સર્જાયું હતું 1 હજાર ફુટની ધ્વજા સાથે રામલલ્લાની શાહી સવારી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ભવ્ય રામ રથયાત્રા સંતોના સાનિધ્યમાં રાજકીય મહાનુભાવો સંગાથે નિકળી હતી હિંદુ યુવા સંગઠન દ્વારા શ્રીરામને ચિત્ર સ્પર્ધા તથા રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાતિ ભોજન અને જલારામ મંદિરે અન્નકૂટ દર્શન યોજાયા હતા

જ્યારે હિન્દુ યુવા સંગઠન દ્વારા શ્રી રામ ચિત્ર સ્પર્ધા, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 21000 હજાર દિવડા ઓની મહાઆરતી લાયન્સ કલબ દ્વારા ભગવાન શ્રી રામ ઐતિહાસિક ગીત સ્પર્ધા મ્યુઝિક સંગાથે થયેલ હતી તો હિન્દુ યુવા સંગઠન દ્વારા મહાઆરતી અને ભવ્ય આતિશબાજી માં 10 હજારની જંગી જનમેદની રામમય બનીને ભાવવિભોર થઈ હતી ને ઉપસ્થિત જંગી જનમેદની ને સંબોધતા ધારાસભ્ય મહેશ કસવાળાએ રામ યાત્રાનું મુસ્લિમ સમાજે બંધ પાળીને કોમી એકતાની ભાવના અને ભાઈચારા ની મિસાલ સાવરકુંડલા શહેરે કાયમ કરી હોય ત્યારે સાવરકુંડલા શહેર આજે રામમય બન્યું હોય તેવો માહોલ ઉભો કરવામાં દરેક સનાતની માટે નવા યુગનો આરંભ ગણાવ્યો હતો જ્યારે કસવાળાએ સાવરકુંડલા વાસીઓ માટે અડધી રાતનો હોંકારો સાબિત થયેલા ભાજપના ધારાસભ્યની કાર્યશૈલીથી શહેરીજનો ગદગદીત થઈ ગયા હતા ને ન ભૂતો ન ભવિષ્યમાં સાવરકુંડલા વાસીઓની રામ પ્રત્યેની લાગણીઓ સ્પષ્ટ જણાઈ હોવાનું ધારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/