fbpx
અમરેલી

રાજ્ય સરકારે તમામ ફિક્સ પગારના કર્મચારીઓને 30% પગાર વધારાનો લાભ આપ્યો પણ ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો આ લાભ થી બાકાત

હાલમાં ગુજરાતમાં કોલેજમાં નોકરી કરતા અધ્યાપક સહાયક કરતા ધોરણ ૮ માં નોકરી કરતા શિક્ષણ સહાયકનો પગાર વધારે છે જેથી ગુજરાતના શિક્ષણ જગતમાં *“વધુ લાયકાત, ઓછો પગાર”* જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સમગ્ર દેશમાં આપણું ગુજરાત રાજ્ય એક મોડેલ સ્ટેટ તરીકે પ્રસિધ્ધ છે અને જ્યારે અન્ય રાજ્યો પણ ગુજરાતનું અનુકરણ કરતા હોય છે ત્યારે ગુજરાત રાજયમાં કર્મચારીઓને વેતન આપવાની બાબતમાં આટલી મોટી વિસંગતતાએ રાજ્યની વહીવટી કુશળતા પર સવાલો ઉભા કરે છે.

ધોરણ-૮, ૯ અને ૧૦ ની માધ્યામિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને માસિક ફિક્સ પગાર રૂ. ૪૦,૮૦૦/- જ્યારે ધોરણ-૧૧ અને ૧૨ ની ઉચ્ચતર માધ્યામિક શાળાઓમાં શિક્ષણ સહાયકોને રૂ.૪૯,૬૦૦/- જેટલો માસિક ફિક્સ પગાર આપવામાં આવે છે. પરંતુ જ્યારે બીજી બાજુ Ph.D./NET/SET /SLET જેવી ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને કેન્દ્રિયકૃત સીધી ભરતી પ્રક્રિયાથી કોલેજોમાં નિમણૂંક પામેલા અધ્યાપક સહાયકોને હાલમાં છઠ્ઠા પગાર પંચ મુજબ માસિક રૂ. ૪૦,૧૭૬/- ફિક્સ પગાર આપવામાં આપવામાં આવે છે જે માધ્યમિક (રૂ.૪૦,૮૦૦) અને ઉ.માધ્યામિક (રૂ.૪૯,૬૦૦) શાળાઓમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયકો કરતાં પણ ઓછો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/