fbpx
અમરેલી

નારી શક્તિ ને  સમર્પિત “મન કી બાત” નો ૧૦૯મો એપીસોડ ધારાસભ્ય કસવાલાએ બાઢડા ગામની બહેનો સાથે નિહાળ્યો

બાઢડા ગામે તરૂણાબેન દેવાણી ના નિવાસ્થાને ધારાસભ્ય કસવાલા, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા યુવા ભાજપ હોદ્દેદારો, સરપંચો સહિત મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા

આજે વિશ્વના લોકપ્રિય જન નેતા અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડીઓ દ્વારા બહાર પડતુ ”મન કી બાત” કાર્યક્રમ સંદર્ભે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે બુથ નં.૨૨૭માં યોજાયો હતો. નારી શક્તિ ને સમર્પિત આ ”મન કી બાત” કાર્યક્રમ બાઢડા ગામે બુથ નં.૨૨૭માં તરૂણાબેન દેવાણીના નિવાસ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા/લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઇ કસવાલા ની ઉપસ્થિતિમાં બાઢડા ગ્રામજનો અને બહેનો સાથે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીનો ૧૦૯ મો એપીસોડ “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમા ધારાસભ્ય કસવાલા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઇ કાછડીયા, બાઢડા ગામના આગેવાન અરવિંદભાઇ માંગુકીયા, માજી સરપંચ ધીરુભાઈ માલાણી, તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહેશભાઈ ભાલાળા, મહામંત્રી શૈલેષભાઇ બારૈયા, સરપંચ એસોસિએશન પ્રમુખ તથા મેરીયાણા ગામ ના સરપંચ હિતેશભાઇ ખાત્રાણી અને બાઢડા ગામના મહિલા આગેવાન તરૂણાબેન દેવાણી આ ”મન કી બાત” કાર્યક્રમમાં જોડાયા હતા. વધુમાં ધારાસભ્ય કસવાલા એ આ નારી શકિત સમર્પિત ”મન કી બાત”ના ૧૦૯માં એપીસોડમાં લોકપ્રીય નેતા નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રના કામમાં જોડાવવા બહેનોને હાંકલ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/