fbpx
અમરેલી

અમરેલી જીલ્લામાં લખપતિ ડ્રોન દીદી. બગસરા તાલુકાના હડાળા અને અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામે મહિલા સ્વ સહાય જૂથ અને સખી મંડળને ડ્રોન અર્પણ કરવામાં આવ્યું.

અમરેલી જિલ્લામાં  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.જે. જાડેજા, જીલ્લા લાઈવ લીવવુડ મેનેજર છાયાબહેન ટાંકના  માર્ગદર્શનથી બગસરા તાલુકાના હડાળા ગામે પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત હડાળા ગામના ઘનશ્યામ સ્વ સહાય જૂથના બહેનો ને તાલીમ અને એક્ઝામમાં પાસ થયેલ મનીષાબેન આર. પાનસુરીયાને જી.એન.એફ.સી. તરફ થી વડાપ્રધાન દ્વારા લોન્ચ કરેલ ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોન અર્પણ કરવામાં આવ્યું હતું આતકે જી.એન.એફ.સી.માંથી કાનાણી, ગજેરા, તાલુકા પંચાયત પ્રમુખ,ઉપપ્રમુખ, સદસ્યો તથા કર્મચારીઓ અને હડાળા ગામના સરપંચ, ગ્રામજનો, ખેડૂતો, મહિલાઓ તેમજ તાલુકા કક્ષા મિશન મંગલમના ટી.એલ.એમ. ભાર્ગવભાઈ નકુમ, એ.પી.એમ. બોરીસાગર વિક્રમભાઈ, સી.સી. તેમજ બહોળી સંખ્યામાં મંડળના બહેનો તેમજ ખેડૂત મિત્રો હાજર રહેલ અને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપેલ અને કાર્યક્રમ સફળ બનાવેલ

           તેમજ અમરેલી તાલુકાના મોટાગોખરવાળા ગામના શ્રીજી સખી મંડળના ભાવનાબેન ગોંડલીયાને ઈફકોમાંથી ડ્રોન દીદી જાહેર કરવામાં આવેલા હોવાથી  ભાવનાબેન ગોંડલીયાને ઇફકો ઇન્ડિયન ફાર્મર ફર્ટીલાઇઝર કો. ઓપરેટીવ દ્વારા ડ્રોન તથા ડ્રોન પરિવહન કરવા માટે ઈલેક્ટ્રીક રીક્ષા આપવામાં આવી છે જેમની કિંમત ૧૫ લાખ રૂપિયા જેવી થાય છે નમો ડ્રોન દીદી યોજનાથી મહિલાઓને રોજગારી સાથે ખેડૂતોને સમય પૈસા અને પાણીનો બચાવો થશે ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાનના સ્વપ્નાને સાકાર કરવા આ યોજના લાભદાયી થઈ રહીછે ત્યારે અમરેલી જીલ્લાના મહિલા સખી મંડળ અને સ્વસહાય જૂથોને બે ડ્રોન અર્પણ કરવામાં આવતા ખેડૂતો માં ખુશી વ્યાપી જવા પામી છે.જ્યાં હવે ડ્રોન દ્વારા નેનો યુરિયાએનો છટકાવ કરવામાં આવશે. નેનો યુરીયા શું છે -? નેનો યુરીયા એટલે નેનો બાયો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસ કરાયેલ વિશ્વનું પ્રથમ પેટેન્ટ અધારીત નેંનો પ્રવાહી ખાતર છે પરંપરાગત યુરીયાની ૪૫ કીલો ગ્રામ ની બેગ બરાબર નેનો યુરીયાની એક બોટલ કામ કરે છે નેનો યુરિયા પ્રવાહી હોવાથી એ છોડને નાઇટ્રોજન પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ સ્ત્રોત છે છોડની સારી વૃધ્દ્રિ અને વિકાસ માટે નાઇટ્રોજનની ભુમિકા મહત્વની છે.

             પરંપરાગત યુરીયાની સામે નેનો યુરીયા વાપરવાથી ખર્ચમાં કેટલો ફરક પડે છે- પરંપરગત યુરીયા જે ૪૫ કી.ગ્રા ની બેગ ખેડુતોને મળે છે તેની ખરેખર કિંમત ૨૩૦૦ રૂપિયા પ્રતિ બેગ છે પરંતુ, ભારત સરકાર દ્વારા બેગ ઉપર પ્રતિ બેગ અંદાજીત રૂપિયા ૨૦૦૦ જેટલી માતબર રકમની સબસીડી આપવામાં આવે છે જેના કારણે ખેડુતોને પ્રતિ બેગ માત્ર ૨૬૬ રૂપિયામાં મળે છે પરંપરાગત યુરીયાની ૪૫  કી.ગ્રાની થેલી બરાબર નેનો યુરીયાની માત્ર એક ૫૦૦ મીલીની બોટલ થાય છે જેની કિંમત માત્ર રૂ.૨૨૫ છે. આમ, નેનો યુરીયા વાપરવાની સાથે ખેડુત અનવ દેશના રૂ. ૨૦૦૦પ્રતિ બેગ બચાવી શકાઈ છે અને દેશ પ્રત્યે એક ઉમદા જાગૃત નાગરીક તરીકેની ફરજ અદા કરી ગૌરવ લઈ દેશની સેવા કરી શકે છે.નોંધનીય બાબત એ છે કે, ડ્રોનની કિંમત અંદાજે પાંચ થી છ  લાખ રૂપિયા છે, ડ્રોન દસ  મિનિટમાં એક એકર એરિયામાં છટંકાવ કરી શકે છે, નેનો યુરિયાનો ડ્રોનમાં ડોઝ ૨૦૦ થી ૨૫૦ મિલી/ ૧૦મિલી છે, ડ્રોન એક સાથે ૧૬ કિલો વજન લઈને ઉડી શકે છે. પાણી વગર ડ્રોનનું વજન ૫ થી ૬ કિલો છે.એમ અમીતગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવવામાં આવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/