fbpx
અમરેલી

અમરેલી શહેર અને જિલ્લામાં ભયંકર બેરોજગારી

આ અમરેલી નો પ્રાણ પ્રશ્ન છે એવો છે. અમરેલી જિલ્લાને અત્યાર સુધીની કોઈપણ સરકારે જિલ્લાને આગળ લાવવા માટે કોઈપણ જાતની તસ્દી લીધી નથીઅમરેલીના પનોતા પુત્ર એવા જીવરાજ મહેતા સાહેબે અમરેલી નું ઋણ ચૂકવવા માટે અમરેલીને જિલ્લો તો બનાવી દીધો પરંતુ તે પછીના આજ સુધીના કોઈ પણ નેતાએ અમરેલીના પ્રાણ પ્રશ્નો જેવા કે સારું અને મોટું એરપોર્ટ, તમામ સુવિધાઓ ધરાવતી જિલ્લા ક્ષેત્રની સિવિલ હોસ્પિટલ, કે અમરેલી શહેરને જોડતી બ્રોડગેજ રેલ્વે લાઈન, કે સારી સરકારી સ્કૂલો કે કોલેજો, કે અમરેલીમાં મોટા ઉદ્યોગો સ્થાપવા માટે જરૂરી જોગવાઈઓ કે જીઆઇડીસી માં સારી વ્યવસ્થાઓ કરેલ નથી જેથી અમરેલી આજ સુધી પછાતનો પછાત જ જિલ્લો રહ્યો છે..


અને ખૂબ જ દુઃખની વાત એ છે કે અહીંયા અમરેલી જિલ્લામાં ગ્રેજ્યુએટ થયેલ કોઈપણ યુવક કે યુવતીને માત્ર રૂપિયા 10,000 ના પગારમાં પણ તાત્કાલિક નોકરી મળતી નથી એટલે એને ના છૂટકે મોટા શહેરોમાં જવાનો વારો આવે છે અને અમરેલી માંથી હિજરત કરવી પડે છે..હાલની ભાજપ સરકાર પણ રાજ્યમાં છેલ્લા 28 વર્ષ ઉપરાંત થી છે અને હાલના જે યુવાનો છે એણે એકમાત્ર સરકાર જોઈ છે અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ ગુજરાત મોડલ એ જ વડાપ્રધાનના પદ સુધી પહોંચાડેલ છે અને એ મુખ્યમંત્રી હતા ત્યારે અમરેલી પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયેલ અને તેઓએ રૂપિયા 1100 કરોડ અમરેલી માટે જાહેર કરેલ.. તેના પણ કોઈ કામ અમરેલીમાં થયેલ નથી, છતાં પણ ગુજરાતનો આવો નવો નહીં એવો જૂનો ઘણા વર્ષોથી જિલ્લો થયેલ અમરેલી જીલ્લો આજ સુધી પછાત છે અને કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા અમરેલીને યેન કેન પ્રકારે પણ આગળ લાવવા અને વિકસિત કરવા માટે કોઈ તસ્દી લેવાતી હોય એવું લાગતું નથી..


હાલ જ્યારે અમરેલી નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવાની દરજ્જાની વાત ચાલે છે અને અમરેલી શહેરના લોકો માંગણી કરે છે ત્યારે આ માંગણી ખૂબ જ ઉચિત છે અને જો સરકાર દ્વારા અમરેલીને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવામાં આવે.. તો અને તો જ અમરેલી નો વિકાસ શક્ય બનશે એવું લાગી રહ્યું છે..હાલમાં અમરેલી શહેર તેમજ જિલ્લાના વાસીઓ દ્વારા બુલંદ અવાજે માંગણી કરેલ શહેરમાં બ્રોડગેજ લાવવા માટે છતાં પણ આજ સુધી આ બ્રોડગેજ લાઈન ઝાંઝવાના જળ સમાન છે ક્યારે આવે એ હજી કાંઈ નક્કી નથી.. એટલે આવી અમરેલીની નેતાગીરી છે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/