fbpx
અમરેલી

પાશ્ચાત્ય સંસ્કૃતિના પવને પ્રોમિસ ડે ઉજવવા  થનગની રહેલા યુવાધન માટે પ્રેરણાસ્ત્રોત સમાન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના સૂત્ર રઘુકુળ

આમ તો આ પાશ્ચાત્ય સંસ્કૃતિના પવનને કારણે આજનું યુવાધન પ્રોમિસ ડે ઉજવે છે. પરંતુ પ્રોમિસ અર્થાત્ વચન કોઈ પણ કાર્ય કે પ્રક્રિયા નિર્ધારિત સમય દરમિયાન કરવાનું કમિટમેન્ટ.. જો વાદા કિયા વો નિભાના પડેગા.. જો કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં તો એક વખત જીભ કચરી એટલે એને નિભાવવી. કહેવાય છે મર્દની જીભાન જ કાફી હોય છે. આમ પણ રઘુકુળ રીત સદા ચલી આયી પ્રાણ જાય પર બચન ન જાય.. એટલે વચનનું મૂલ્ય ભારતીય પરંપરામાં તો જાનથી પણ વિશેષ છે. 

જીવનનાં પત્રકારત્વ જગતમા ઘણાં એવા રિપોર્ટીંગ દરમ્યાન અલગ અને અનોખા  અનુભવ થયાં. આ પત્રકારત્વની દુનિયામાં ઘણું જ જાણવા અને શીખવા પણ મળ્યું છે. આવો જ એક કિસ્સો આજે આપની સમક્ષ પ્રસ્તુત કરું છું.  ઘણા કામ એવા હોય છે જે પોતાના માટે,  જેમાં એવા લોકોની નોંધ લેવાની છે જે લોકોએ જીવનમાં સંઘર્ષ કર્યો છે.અને હાર નથી માની. કામ ઘણું જ અઘરું.  આમ તો પત્રકાર જગત જ એવું છે જેમાં ઘણા લોકોને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થાય એ સ્વાભાવિક છે અને એવા સામાન્ય હોવા છતાં વિશિષ્ટ લોકોની સાથે વાત કરવાનો તેમજ તેમના જીવન વિશે જાણવાનો અવસર પણ મળતો હોય છે. ઘણી વાર આપણે એટલા સ્વાર્થી, કે દુઃખી બની જાય છીએ કે આપણને આપણા સિવાય કોઈ કંઈ દેખાતું નથી. પણ એ જ જીવન છે જ્યાં મોટી સ્ક્રીન અને સોશિયલ મીડિયા સિવાય પણ, પબ્લિસિટી અને દેખાડા વગર પણ લોકો જીવંત ખુમારીના ઉત્કૃષ્ટ ઉદાહરણો પુરુ પાડતાં હોય છે. અને એ લોકોને મનોમન વંદન કરવાનું મન થાય છે. બસ એવા લોકોને મળીને જિંદગી ક્યા ચીજ હૈ? એ જીવનના મૂલ્યની ખરી સમજ પણ ત્યારે કેળવાય છે. અમુક લોકો સામાન્ય હોવા છતાં વિશિષ્ટ રીતે જીવે છે. આ લોકોનું જીવન, બે પૂઠા વચ્ચેની કહાની કરતાં ઘણા ગણું ખાસ છે.

જેને નજીકથી જાણવાનો અને એમને રજૂ કરવાનો અવસર મળ્યો છે.. જે આપની સમક્ષ પ્રસ્તુત છે. સાવરકુંડલા શહેરમાં રહેતાં વિષણુભાઈ ભરાડની વાત છે. પ્રથમ દ્રષ્ટિએ ખૂબ સામાન્ય લાગે પણ એની વિચારધારાને સમજવાનો પ્રયાસ કરતાં ખૂબ સંતુષ્ટ, માનવતાવાદી અને જીવનની પ્રત્યેક પળે કોઈ અવનવા સંશોધન પોતાની સમજ મુજબ કરતાં જોવા મળે છે. એક વખતની વાત છે. સાવરકુંડલા શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે ખૂબ સરસ લોકમેળો યોજાય છે. આ મેળામાં ખાણીપીણીનો સ્ટોલ, રમકડાં, કટલેરી વગેરે પણ હોય છે. અવનવી રાઈડ તો ખરી જ.. આ સમયે મેં વિષણુભાઈને સાહજિક રીતે પૂછ્યું કે આપે આ મેળામાં સ્ટોલ નાખવો છે? તો ખૂબ સ્પષ્ટ જવાબ આપ્યો. સાહેબ, મેળામાં સ્ટોલ નાખીએ એટલે સ્ટોલનું ભાડું અન્ય ખર્ચાઓ કાઢવા માટે ક્વોલિટી બાબતે  કોમ્પ્રોમાઇઝ કરવું પડે અને એ વાત મને બિલકુલ પસંદ નથી. ભલે થોડું મળે પણ માલની ગુણવત્તાની સાથે કોઈ સમાધાન ન કરી શકાય. વિષણુભાઈ હાલ તો પોતાના મોબાઈલ વાહન દ્વારા લાઈવ ઢોકળા વેચવાનો વ્યવસાય કરે છે.

વીશ રૂપિયામાં ત્રણ ચટણી સાથે ફુલ ડીશ લાઈવ ઢોકળાંની લોકોને વેચતાં જોવા મળે છે.. ખૂબ જ ઓછા નફે વ્યવસાય કરતાં વિષણુભાઈ પોતે ગ્રાહક સંતુષ્ટ થાય એ જ જાણે તેનો નફો ગણો તો ચાલે.. પરિવારમાં ચાર દિકરીઓ સાથે તેમના ધર્મપત્ની પણ તેના જીવનના સિધ્ધાંતને અનુસરવા પૂર્ણ સહયોગ આપે છે. હવે વાત કરવી છે. તારીખ ૨૨મી જાન્યુઆરીની જે દિવસે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો એ સંદર્ભે અને એની ખુશીમાં વિષણુભાઈએ પોતાના લાઈવ ઢોકળા પચાસ ટકા ભાવે એટલે કે દસ રૂપિયાની ડીશ લેખે શહેરમાં વેચાણ કર્યું. અને આગલે દિવસે રાત્રે પોતાના વ્યવસાય માટે શહેરમાં નીકળેલ એ સમયે  પોતાનું મોબાઇલ વાહનમાં યાંત્રિક ખામી આવતાં મહા મુશ્કેલીએ ઘરે પહોચાડી  પોતાની કોઠાસૂઝ અને હૈયાઉકલત દ્વારા રીપેર કરી અને તારીખ ૨૨ જાન્યુઆરીના બપોર બાદ લાઈવ ઢોકળાં બનાવી અને પોતે આપેલા વચન (પ્રોમિસ) મુજબ કે તારીખ ૨૨મી જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં પોતે ગ્રાહકને પચાસ ટકા ભાવે લાઈવ ઢોકળા વેચતાં જોવા મળેલ આમ રઘુવંશી પરંપરા મુજબ એ વચન નિભાવી તે દિવસે પચાસ ટકા ભાવે એટલે કે દસ રૂપિયાની લાઈવ ઢોકળાંની ફુલ ડીશ પોતાના ગ્રાહકોને હોંશભેર ખવડાવી. આમ ખરાં અર્થમાં પ્રોમિસ આપીને નિભાવી જાણ્યું. જે આજની પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રોમિસ ડે કરતાં ચાર ચાસણી ચડે તેવું જ ગણાય.. બાકી આજના યુગમા આપેલ વચનથી છટકવા માટે અમુક  લોકો ઘણીવાર વિવિધ પ્રકારના બહાનાઓ પણ બતાવતાં આપણે ક્યાં નથી જોયા?

પરંતુ વિષ્ણુભાઈની વાત જ સાવ નિરાળી છે. એક વખત કમિટમેન્ટ કર્યું એટલે એને કોઈ પણ સંજોગોમાં નિભાવવું એ વાતને એ સો ટકા વળગી રહે છે. પ્રસ્તુત તસવીરમાં વિષ્ણુભાઈ ભરાડ પોતાના હાથે બનાવેલ લાઈવ ઢોકળા વેચતાં જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/