fbpx
અમરેલી

અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારમાં નબળી ગુણવત્તા વાળા પેવીગ બ્લોક રોડ ઉપર ફીટ કરવામાં આવેલ હોય જેનું લેબોરેટરી ટેસ્ટીગ ના રીપોર્ટ ન આવે ત્યાં સુધી આ કામ કરતી તમામ એજન્સીના બીલો ન આપવા અંગે…

તાજેતરમાં અમરેલી શહેરના જુદા જુદા વિસ્તારના રોડ, રસ્તા, ચોક ઉપર પાલિકાએ રોકેલી એજન્સી દ્વારા હલ્કી ગુણવતાવાળા પેવીંગ બ્લોક ફીટ કરવામાં આવી રહ્યા હોય જે બાબતે અમોએ તથા શહેરીજનોએ ફરીયાદ કરતા તા. ૦૭/૦૨/૨૦૨૪ ના રોજ પાલિકાના ચીફ ઓફિસર, બાંધકામ એન્જીનીયરીંગ, શહેરના નાગરીકો, પંચો તથા અમારી હાજરીમાં લેબોરેટરી ટેસ્ટીંગ માટે ફીટ કરાયેલા બ્લોકના નમુનાઓ લઈને વડોદરા ખાતે ગેરી (GERI )લેબ ખાતે ટેસ્ટીંગમાં મોકલવામાં આવેલ છે. જેથી અમારી માંગ છે કે આ હલકી ગુણવતાવાળા બ્લોકથી નગરપાલિકાને નુકશાન થઈ રહ્યુ છે અને શહેરના લોકોના

ટેકસના પૈસાનો દુરઉપયોગ ન થાય તે માટે વડોદરાની લેબોરેટરી ટેસ્ટીંગમાં જો આ ટેસ્ટમાં ગેરલાયક ઠરાવવામાં આવે તેવી પુરી સંભાવના હોય જેથી જયા સુધી આ બાબતના લેબોરેટરી ટેસ્ટીંગના રીપોર્ટ ન આવે ત્યા સુધી આ કામ કરતી તમામ એજન્સીના તમામ બીલો રોકવામાં આવે તેવી અમારી માંગ છે. આમ છતા જો આ બીલ પેટે એકપણ રૂપીયાની રકમ ચુકવવામાં આવશે તો તેની સઘળી જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફીસર, બાંધકામ એન્જીનીયર, પ્રમુખ સાહેબ, ડીઝાઈન પોઈન્ટ વગેરેની રહેશે જે જાણશો તેમજ પાલિકા દ્વારા લેબોરેટરી ટેસ્ટીંગમાં મોકલવામાં આવેલ ગેરી (GERI ) લેબ વડોદરાના રીપોર્ટ જ માન્ય રહેશે જે જાણશો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/