fbpx
અમરેલી

ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રેલ્વે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરીજનોના માથાના દુખાવા સમાન અને વર્ષો જુના પ્રશ્ન એટલે કે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ હેતુ તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયાએ રેલ્વે અધિકારીઓ સાથે સાવરકુંડલા શહેરના વિવિધ રેલ્વે ફાટકો તેમજ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધેલ હતી.

આ તકે સાવરકુંડલા સ્થિત સાંસદ કાર્યાલય ખાતે સાંસદ નારણભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને, શહેરીજનોની ઉપસ્થિતિમાં રેલ્વે અધિકારીઓ સાથે મિટીંગ યોજાયેલ હતી. જેમા રેલ્વે સંબંધિત વિવિધ પ્રશ્નો અંગે ચચાઓ કરવામા આવેલ હતી. ત્યારબાદ સાંસદશ્રી, રેલ્વે અધિકારીઓ અને શહેર આગેવાનો દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના અંતગત નિર્માણ પામી રહેલ અદ્યતન રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ ચાલી રહેલ કામનુ નિરીક્ષણ કરેલ હતું. આ દરમ્યાન ખાટકી વાડા સામેના ભાગે આવેલ રેલ્વે સ્ટેશનની જમીન ખુલ્લી રહેતી હોવાની શહરીજનો દ્રારા સ્થળ ઉપર રજુઆત થતા સાંસદશ્રીએ આ સ્થળે કમ્પાઉન્ડ દિવાલ બનાવવા માટે ડીઆરએમને તાત્કાલીક સુચના આપેલ હતી તેમજ શહેરના મધ્યમાં માકેટીંગ યાર્ડ પાસે આવેલ ગરનાળું ખુલ્લુ કરવા તથા જેસર રોડ ઉપર આવેલ બન્ને ગરનાળાની પહોળાઈ વધારવા તેમજ એલ.સી. નં. ૬૪ સી પાસે અન્ડર ગ્રાઉન્ડ બ્રીજ બનાવવાના કામે સર્વે કરાવી તાત્કાલીક મજુરી અર્થે સરકારશ્રીમાં દરખાસ્ત કરવા સાસદશ્રીએ રેલ્વે અધિકારીઓને તાકીદ કરલ હતી. આ તકે ભાવનગર ડીવીઝનના ડીઆરએમ રવિશકુમાર, સીનીયર ડીસીએમ  માશુક અહેમદ, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ  પ્રવિલ્લભાઈ સાવજ, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નગરપાલીકા પ્રમુખ  મેહુલભાઈ ત્રિવેદી, શહેર મહામત્રી વિજયસિહ વાઘેલા અને  રાજેશભાઈ નાગ્રેચા, યુવા ભાજપ પમુખ  અનિરૂધ્ધસિહ રાઠવા, નગરપાલીકા કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, દડક  અજયભાઈ ખુમાણ તેમજ નગરપાલીકા વિવિધ સમિતિના ચેરમેનો, નગરપાલીકા સદસ્યો, શહેર ભાજપના હોદેદારો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/