fbpx
અમરેલી

રિઝર્વ ફોરેસ્ટ ની એસીતેસી રાષ્ટ્રીય પક્ષી મોર ના મોત નું કારણ. પવન ચક્કી ઉભી કરવા મોડી રાત્રી એ વન વિભાગ ની મંજૂરી વગર કેપિસિટી બહાર ના વાહનો ગમે ત્યાં રસ્તા બનાવી નાખે છે ઠુંમર ની વન મંત્રી ને ફરિયાદ

બાબરા તાલુકાનાં નિલવડા ગામે રિઝર્વ ફોરેસ્ટમાં નિયમ વિરુદ્ધ ચાલતા પવન ચક્કી વાહનો અંગેરાજ્ય ના વન પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા ને પૂર્વ સાંસદ ઠુંમર ની રજુઆત બાબરા તાલુકાનાં નિલવડા ગામે રિઝર્વ ફોરેસ્ટમાં નિયમ વિરૂધ્ધ ચાલતા પવનચકકીનાં વાહનો બાબતે વિગતે ફરિયાદ ગઈ કાલે બાબરા તાલુકાનાં પ્રવાસમાં હતો પંચાળ વિસ્તારનાં નિલવડા ગામે લોકો તરફથી એવી રજુઆત કરવામાં આવી કે અમારા ગામની આસપાસમાં રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર આવેલ છે પ્રાઇવેટ પવનચકકીના માલિકો ૫૦ ટન થી ૧૦૦ ટન કેપેસીટી ધરાવતાં મોટા વાહનો રાત્રી દરમ્યાન વન વિભાગની મંજુરી સિવાય ગેરકાયદેસર રસ્તા બનાવીને પવનચકકી ઉભી કરી રહ્યા છે આ બાબતે ગુજરાતી ટી.વી. ચેનલો મારફત પણ સમાચાર રૂપે પ્રસિધ્ધ થયું છે. છતા પણ જિલ્લા સમાહર્તા કે વન અધિકારી શ્રી ધારી મારફત કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તે દુ:ખદ છે.

પવનચકકીની ગેરકાયદેસરતા બાબતે અનેક વખત રજુઆતો કરી ચુક્યો છું કોઇપણ પવનચકકીને મામલતદાર શ્રી તરફથી લોક કરવામાં આવે છે અને મામલતદારશ્રી લાઠી મારફત લોક કરેલ પવનચકકીને ફરી ખોલીને મંજુરી આપવામાં આવે છે. મામલતદારશ્રી પોતાનો હુકમ પોતે જ રદ ન કરી શકે, આ બાબતે કલેકટરશ્રીને રજુઆત કરતા પ્રાંત અધિકારીશ્રી લાઠીને સુચના આપી ફરી પવનચકકીને લોક કરેલ છે. આ પ્રકારની અનેક ગેરરિતી ચાલી રહી છે. અત્યાર સુધીમાં રક્ષિત પક્ષી મોર અનેક મોતને ઘાટ ઉતર્યા છે છતાં તંત્રનું મૌન શું સુચવે છે ? રિઝર્વ ફોરેસ્ટમાં રસ્તા પણ થઈ શકતા નથી. રેલ્વે વિભાગને બ્રોડગેજ રૂપાંતર કરવાની મંજુરી અપાતી નથી. અમરેલી જિલ્લો ઇકોસેન્સેટિવ ઝોનમાં આવે છે. નદી-નાળા માંથી રેતી પણ લઈ શકાતી નથી છતા પણ રેતી ખનન ની ગેરરિતી ચાલી રહી છે. રિઝર્વ ફોરેસ્ટ રસ્તાઓ બની રહ્યા છે, રિઝર્વ ફોરેસ્ટમાંથી તેમજ અન્ય ગૌચર માંથી માટી ઉપાડવામાં આવે છે. નદી-નાળા, રોડ ઉપર પવનચકકી લાઇનો ઉભી થઈ જાય છે ઇલેકટ્રીક ઇન્સ્પેકટર તરફથી ઇન્સ્પેકશન પણ થતું નથી, આ પ્રકારની અનેક મોટી ગેરરિતીઓ બાબતે પ્રેસ મિડીયામાં સમાચાર પ્રસિધ્ધ થાય છે છતાપણ તંત્ર મૌન રહે છે. તો આ બાબતે આપના લેવલેથી કડક સુચના આપી એશિયાઇ રિઝર્વ ફોરેસ્ટ અને સિંહ ના કારણે અમરેલી જિલ્લો પ્રવાસન તરીકે વિકસી રહ્યો છે કડક સુચના આપી ઘટીત કાર્યવાહી થવા આ પત્રથી રજુઆત કરી રહ્યો છું તેમ ઠુંમરે જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/