fbpx
અમરેલી

અમરેલી નગર સેવાસદનની બજેટ બેઠકમાં વર્ષ 2024-25 નું રૂા.105.29 કરોડનું કોઈ પણ પ્રકારના કરવેરા વિહીન રકમ રૂ।. 5,34 લાખ પુરાંતલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું

અમરેલી નગરપાલિકા ના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણિ ના જણાવ્યા અનુસાર અમરેલી નગરપાલિકા માં છેલ્લા અઢી વર્ષ ના દાયકા થી ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલી રહ્યું છે. તે સમયગાળા દરમ્યાન અમરેલી નગરપાલિકા હદ અને ઓજી વિસ્તાર માં ગુજરાત રાજ્ય સરકાર શ્રી તથા નગરપાલિકા ના ભંડોળ માથી અવિરત વિકાસકામો ની વણજાર ચાલી રહી છે.

અમરેલી શહેર ના સમગ્ર પ્રજાજનો ની આરોગ્ય, સુખાકારી, જરૂરિયાત ઉપયોગિતા ધ્યાને લઈ પ્રોજેકટ તૈયાર કરી સરકાર શ્રી ના સબંધિત વિભાગો ની પૂર્વ મંજૂરી મેળવી કામગીરી ગત વર્ષો માં 100 કરોડ થી પણ વધારે રકમ ના વિકાસકામો કરવા શક્ય બનેલ છે. તે કામો માટે શહેર ની જનતા સાક્ષી છે.

ઉપર ની વિગતે ના કામો પૂર્ણ કર્યા ની સાથે આગામી સમય માં ખૂટતી કડી ના કામો તથા લોકો ની જરૂરિયાત અને સુવિધા માં વધારો થાય તે પ્રકાર ના કામો જેવા કે, સિમેન્ટ રોડ ના કામો, આઈ કેચિંગ કામો, અમરેલી શહેર માંથી પસાર થતી વાડી ઠેબી નદી ને સમાંતર રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટ ની કામગીરી. લીલીયા રોડ ખાતે આવેલ રોકડિયા તળાવ ડેવલોપમેન્ટ ની કામગીરી, કેરિયા રોડ કૈલાસ મુક્તિધામ ની બાજુ માં જીલ્લા કક્ષા ના અતિ આધુનિક મોડલ ફાયર સ્ટેશન ની કામગીરી શહેર ના પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ મોક્ષધામ ખાતે મનુષ્ય અને પ્રાણીઓ ના અંતિમ સંસ્કાર માટે ગેસ આધારિત ભઠ્ઠી ના નિર્માણ ની કામગીરી, અમરેલી શહેર ના બાકી રહેતા રસ્તાઓ પૈકી રસ્તાની સાઈડો માં પેવીંગ બ્લોક ની કામગીરી થી શહેર ના વિસ્તારો ને ડસ્ટ ફ્રી બનાવવાની કામગીરી, શહેર વિસ્તારમાં પાણી પુરવઠા ની ખૂટતી કડી ના કામો કરવા પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા ની કામગીરી સાથો સાથ શહેર ના આરોગ્ય અને સુખાકારી કામો માટે સોલીડ વેસ્ટ મેનેજમેંટ ની કામગીરી એમ કુલ અંદાજિત કરોડ ના ખર્ચે થનાર વિકાસ કામો આગામી વર્ષ 2024-25 ના બજેટ માં સમાવેશ કરવામાં આવેલ છે આજરોજ મળેલ બજેટ બેઠક માં અંદાજિત

1,05,29,14,000 /- ની આવક સામે રકમ રૂ।. 1,05,23,80,000 ખર્ચ સાથે નું રૂા. 5.34,000 /- નું પુરાંતલક્ષી બજેટ મંજૂર કરવામાં આવેલ છે સાથોસાથ એ બાબત પણ નોંધનીય છે અમરેલી શહેર ની જનતા ની આરોગ્ય સુખાકારી માટે ના વિકાસકામો હાથ ધરવાના હોય છતાં પણ નાગરિકો ઉપર કોઈ પણ પ્રકાર ના કરવેરા નાખવામાં આવનાર નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/