fbpx
અમરેલી

આ ધ્યાન, ધારણા અને સમાધિની વંદના છે: મોરારીબાપુસેં જળધામ ખાતે સતાધાર જગ્યાના સન્માન સાથે  ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન 

પુ.ધ્યાનસ્વામી બાપા સમાધિસ્થાન સેંજળધામ (તા.સાવરકુંડલા)ખાતે સમૂહલગ્ન, મંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ધ્યાન સ્વામીબાપા એવોર્ડ એમ ત્રિવિધ કાર્યક્રમ આજે માઘપૂર્ણિમાના દિવસે તા 23-2-24ના પુ. મોરારિબાપુની પાવન સન્નીધિમા સંપન્ન થયાં.

     પુ. ધ્યાનસ્વામી બાપા એવોર્ડ કાર્યક્રમમાં પ્રારંભમાં સૌ સંતોની ભાવવંદના કરવામાં આવી. સાવરકુંડલા તાલુકાના સાધુ સમાજના પરિચય ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું. સંચાલક કવિ – ગાયક હરિશ્ચંદ્ર જોશી એ ધ્યાનસ્વામી બાપા એવોર્ડની શરૂઆત અને તેના ક્રમબદ્ધ રીતે આગળ વધેલી યાત્રા તથા પૂજ્ય મોરારિબાપુના હેતુઓને સ્પષ્ટ કરીને રજૂઆત કરી. શાબ્દિક સ્વાગત ધ્યાનસ્વામી બાપા ટ્રસ્ટના પ્રમુખ શ્રી તુલસીદાસબાપુ હરિયાણીએ કરી સૌ ઉપસ્થિત સંતો, મહંતો, મહામંડલેશ્વર અને ભાવકોને આવકાર્યા હતાં.

        પ્રતિવર્ષ યોજાતો અને  2011 થી પ્રારંભ થયેલો ધ્યાન સ્વામી બાપા એવોર્ડ ચાલુ વર્ષે સંત શ્રી આપાગીગાની જગ્યા -સતાધારને અર્પણ કરવાનો આ રૂડો -દિવ્ય અવસર અનેક રીતે ધાર્મિકતાના શિરમોર એવા ઉત્સવ તરીકે ઉજવાયો. જગ્યાના મહંત શ્રી પૂજ્ય વિજયદાસ બાપુએ રૂપિયા સવા લાખની રાશિ અને પ્રશસ્તિપત્રની ભાવવંદના સ્વીકાર્યો. આ એવોર્ડ વિવિધ જગ્યાઓમાં જ્યાં માનવસેવા, જીવ સેવા થઈ રહી છે તેવી જગ્યાઓને આપવામાં આવે છે. ચાલુ વર્ષે આ એવોર્ડ સમારંભનો 14 માં મણકો હતો.

          અંશાવતાર દાન મહારાજ ચલાલા ની જગ્યાના મહંત પૂ. વલકુબાપુએ આ સમગ્ર ઉપક્રમને એક પ્રસાદ રૂપ ગણાવીને દેહાણ્ય જગ્યાની થતી આ વંદના ને ખૂબ જ આવકાર્ય ગણાવી. સાધુ સમાજના પ્રમુખ અને ચાપરડાંના મહંત શ્રી પૂજ્ય મુક્તાનંદ બાપુએ કહ્યું કે દેહાણ્ય જગ્યાઓ ભજન અને ભોજન અને એ સિવાયની અનેકવિધ માનવ સેવાની પ્રવૃત્તિ થઈ રહી છે તેને આવો અવસર દિવેલરૂપ ગણાવો જોઈએ.આ બધી જગ્યાઓમાં સમત્વ ભાવ છે અને તે ભાવે સૌના લોક હૃદયમાં પ્રભુ સ્મરણ પણ સ્થાપિત કર્યું છે.

         પુ. મોરારિબાપુએ આ પ્રસંગે સૌને સંબોધિત કરતાં કહ્યું કે આજે સતાધાર એટલે કે જ્યાં સતનો આધાર છે તેની ભાવ વંદના કરી શક્યા છીએ તેનો આનંદ છે.આવી જગ્યાઓ અનેક રીતે ગુરુ અને ગુરુ પદ બંનેની મહત્તા દર્શાવે છે . આ વંદના ધારણા, ધ્યાન, સમાધિનું પૂજન છે.બાપુએ સમાધિઓના ચેતન તત્વને ઉજાગર કરીને તેનું મહત્વ સ્થાપિત કર્યું. અને ધ્યાનસ્વામી બાપા સમાધિસ્થાન જે રીતે વિકસ્યું છે તેનો રાજીપો પણ વ્યક્ત કર્યો. આ જગ્યા અનેક રીતે પોતાને આકર્ષે છે. તેવું ભાવ પુષ્પ સમર્પિત કર્યું.આ પ્રસંગે મંદિર પુનઃ નિર્માણ માટે  દેવાંગભાઈ સોમપુરાનુ સન્માન કરવામાં આવ્યું હતું.

           આજના આ એવોર્ડ સમારંભની સાથે સાથે ધ્યાનેશ્વર મહાદેવ,પૂજ્ય ધ્યાનસ્વામી બાપા સમાધિસ્થાનનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.સાથે સાથે સાધુ સમાજનીના સમૂહ લગ્નનું આયોજન પણ થયું.જેમાં સાધુ સમાજ ઉપરાંત સેંજળ ગામની કન્યાઓ સમેત કુલ 44 દીકરીઓના સમૂહ લગ્ન યોજાઈ ગયા. આ રીતે ત્રિવિધ કાર્યક્રમ પણ સુપેરે સંપન્ન થયો.આજના  કાર્યક્રમમાં પુ. વલકુ બાપુ -ચલાલા,પુ.મુક્તાનંદબાપુ,પુ. શેરનાથ બાપુ- જુનાગઢ,પુ.જગજીવનદાજી -કમિજળા જુનાગઢ, દુર્ગાદાસ બાપુ -સાયલા,પુ. ઝીણારામ બાપુ સિહોર,પુ રામેશ્વર બાપુ હરિયાણી,પુ લાલદાસ બાપુ- લીબંડી તથા અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/