fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ઘનશ્યામ સ્વ સહાય જૂથના શ્રી મનિષાબેન વઘાસીયા બન્યા ‘ડ્રોન દીદી’

વિકસિત ભારત અને વિકસિત ગુજરાતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર  દ્વારા અનેકવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. મહિલાઓ દ્વારા સખી મંડળના માધ્યમથી રચનાત્મક અને અર્થોપાજન દ્વારા સામાજિક પરિવર્તન આવી શકે છે. ઘર કામ કરતી મહિલાઓને ડ્રોન પાઇલટની તાલીમ આપી અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના માધ્યમથી ‘ડ્રોન દીદી’ બનાવવાનો નિર્ધાર છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાળા ગામના ઘનશ્યામ સ્વ સહાય જૂથના શ્રી મનિષાબેન વઘાસીયાને નિ:શુલ્ક ડ્રોન અર્પણ કરવામાં આવ્યું છે.

ધારી ખાતે યોજાયેલા ‘નારી શક્તિ વંદન’ કાર્યક્રમમાં પોતાનો પ્રતિભાવ આપતા શ્રી મનિષાબેન વઘાસીયાએ જણાવ્યું હતું કે, મારો પરિચય ‘ડ્રોન દીદી’ તરીકેનો છે. મને જી.એન.એફ.સી કંપનીના માધ્યમથી આ ડ્રોન નિ:શુલ્ક મળ્યું છે. મહિલાઓ ઘરકામ કરે છે તે સાથે અન્ય પ્રવૃત્તિઓ કરી પ્રગતિની નવી રાહ કંડારી શકે છે. દરેક ગામમાં મહિલાઓ સખી મંડળ શરુ કરી, રાજય સરકારની વિવિધ યોજનાકીય સહાયનો લાભ મેળવી સ્વ સહાય જૂથો દ્વારા આત્મનિર્ભર બની શકે છે.

શ્રી મનિષાબેને ઉમેર્યુ કે, ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતરમાં એક એકર જેટલા વિસ્તારમાં માત્ર દસ મિનિટ જેટલા સમયમાં દવાનો છંટકાવ કરી શકાય છે. વધુમાં તે આરોગ્યને થતી વિપરીત અસરો  નિવારવામાં પણ ઉપયોગી છે. મને અમદાવાદ ખાતે ડ્રોન સંચાલનની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી ત્યારબાદ આ ડ્રોન અર્પણ માટે મારી પસંદગી થઈ હતી. રુ.૫.૫૦ લાખની કિંમતનું આ ડ્રોન મળતા આગામી સમયમાં અમે સખી મંડળના માધ્યમથી તેનો સદ્દઉપયોગ કરશું.

       ધારી ખાતે યોજાયેલા સમારોહમાં સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પંડ્યા, ધારી પ્રાંત અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી બગસરા સાથે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડ્રોન અર્પણ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/