fbpx
અમરેલી

ગીર ગઢડાના શાણા વાંકિયા ગામે રબારી સમાજના કુળદેવી ચારમઢ વાળા માતાજીના સાનિધ્યમાં આવેલા ડુંંગરાઓ પૈકીના હોલિકાના ડુંગર ઉપર ઇકો ફેન્ડલી હોળી વર્ષોથી દરવર્ષે પ્રગટાવવામાં આવે છે

જગ પ્રસિદ્ધ શાણા વાકિયા ગામે આવેલા શાણા  ડુંગર યાત્રા ધામમાં  ગ્રેનાઇટના આવેલા ડુંગરાઓમાં જગપ્રસિદ્ધ ચાર મઢ વાળા માતાજીના મંદિર આસપાસ ડુંગરાઓની હારમાળામાં માતાજીના જ્યાં બેસણા છે એ ડુંગરની સામે આવેલા હોળીનાં ડુંગર નામે ઓળખાતા ડુંગર ઉપર સેંકડો વર્ષોથી ઇકો ફ્રેન્ડલી હોલિકા પ્રગટાવવામાં આવે છે માતાજીના મઢે વર્ષ દરમિયાન વધેરાતા સેંકડો શ્રીફળના છાલાનાં ઢગલામાંથી ૧૧ શ્રીફળ ,પાંચ કિલો ચોખા ઘી, છાણા, છાણા સહિતની સમિધ સહિતની ચીજવસ્તુઓથી વૈદિક પ્રથા અનુસાર ઇકો ફ્રેન્ડલી હોલિકા દહન પ્રગટાવવામાં આવે છે.

વર્ષોથી પરંપરા ચાલી આવે છે તે પરંપરા મુજબ આજે પણ હોલિકા પ્રગટાવવામાં આવે છે. ગીરી કંદરાઓ વચ્ચે આવેલા હોલિકાનો ડુંગર અંદાજે ૪૦૦ મીટર ઊંચો આવેલ છે તે ડુંગર ઉપર હોલિકા દહનની તમામ ચીજ વસ્તુઓ સ્થાનિક યુવાનો દ્વારા ડુંગર ઉપર પહોંચાડવામાં આવેલ છે ચોમાસા દરમિયાન લીલાછમ નયનરમ્ય જાણેકે ધરતી માતાએ લીલી ચુંદડી  ઓઢી હોય તેવા અલ્હાદક વાતાવરણ માણવા અને ચાર મોઢ વાળામાતાજીના દર્શને હજારો પ્રવાસો ઉમટી પડે છે. અહીંયા માતાજીની માનતામાં માતાજીને ચોખુ ઘી ચડાવવામાં આવે છે  અને યાત્રાળુઓને ભોજન પણ આપવામાં આવે છે ચોખ્ખું ઘી ચઢાવવામાં આવે છે તેને છેલણ કહેવાય છે વર્ષોથી  ચોખા ઘીનો અખંગ દીવો પ્રગટી રહ્યો છે એમ ભીખુભાઇ બાટાવાળા દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/