fbpx
અમરેલી

સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધી દ્વારા થોડા સમય પહેલાં જ સ્મશાનમાં લાકડાની આવશયકતાના સમાચાર અખબારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ 

હજુ થોડા સમય પહેલાં જ સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ સ્મશાનમાં લાકડાની આવશ્યકતા અને એ સંદર્ભ દાતાશ્રીનું બે ટ્રેકટર ભરીને દાન આપવાના સમાચાર અખબારોમાં પ્રસિદ્ધ કર્યા  હતાં આ સમાચારની પ્રેરણા લઈને સાવરકુંડલાના ભૂમિપુત્રો દ્વારા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઇ નાકરાણી પર લાકડાના દાન સંદર્ભ ટેલીફોન દ્વારા દાતાશ્રીએ જાણ કરતા બીજા પાંચ ટ્રેકટર સૂકા લાકડા સાવર સ્મશાનમાં દાન પ્રાપ્ત થયેલ.વાત જાણે એમ છે કે મહેશભાઈ બાબુભાઈ રાદડિયા, રમેશભાઈ રામજીભાઈ સોંડાગર, મનુભાઈ ડાયાભાઇ કથિરીયા, રાજુભાઈ ગોકળભાઈ ભેંસાણીયા, તથા રામજી મંદિર તરફથી કુલ તમામ મળીને પાંચ ટ્રેકટર સૂકા લાકડાનું દાન સાવર સ્મશાન ખાતે દાતાશ્રી દ્વારા પ્રાપ્ત થતાં સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના સદસ્ય પ્રતિનિધિ કમલેશભાઈ રાનેરાએ નગરસેવક મનસુખભાઇ લાડવા, વિપુલભાઈ ઝંઝવાડિયા તથા કિરીટભાઈ રણોલીયાએ સાથે રહીને આ તમામ લાકડા સાવર સ્મશાને પહોંચાડેલ.

આ તમામ દાતાશ્રીઓનો આવી માનવ સેવાકીય પ્રવૃત્તિ બદલ કમલેશભાઈ રાનેરાએ હાર્દિક આભાર માન્યો હતો. અને આવા દાતાશ્રીઓ દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં સહયોગ પ્રાપ્ત થતો રહે એવી ઈશ્ર્વર સમક્ષ પ્રાર્થના પણ કરેલ.. આમ તો સ્વ જયસુખભાઇ નાકરાણીની હયાતી સમયે સ્મશાનમાં જે સેવાકીય પ્રવૃત્તિઓ થતી હતી તેણે બતાવેલ રાહ પર કમલેશભાઈ રાનેરા અને તેની ટીમ આ સેવાકીય પ્રવૃત્તિઓને આગળ ધપાવતી જોવા મળે છે. આમ મોક્ષધામની અનેરી સેવા દાતાશ્રીઓ તરફથી થતાં શહેરીજનોને પણ એક પ્રેરણા મળી છે કે સામાજિક દાયિત્વની ભાવના પણ સામાજિક લોકકલ્યાણ હિતાર્થે જ હોય છે. અંતે તો તેરા તુઝકો અર્પણ એ ભાવ લોકોમાં ધીમે ધીમે પ્રદિપ્ત થતો જોવા મળે છે. લોકોમાં દાન અને સહકારની ભાવના પણ વિકસિત થતી જાય છે. અને આમ કહીએ તો તંત્ર તો એનું કાર્ય કરતું જ હોય છે પણ તેમાં લોકસહયોગ પ્રાપ્ત થાય ત્યારે એ કાર્ય વધુ રૂડું લાગે છે.. કહેવાય છે કે સાથી હાથ બઢાના એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/