fbpx
અમરેલી

પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઇધારમાં માઇકસેટ લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન થયો.

ભદ્રાવળ નિવાસી હાલ મુંબઈ સ્થિત આદરણીય  પરમાનંદ અમૃતલાલ શાહની પ્રેરણાથી દાતાશ્રી જયાલક્ષ્મી પ્રવીણચંદ્ર બાબુલાલ શાહ ટ્રસ્ટ, હસ્તે  મીતાબેન વિપુલભાઈ શાહ તથા નિલોનીબેન મિહિરભાઈ તથા શl વત્સલભાઈ વિપુલભાઈ શાહ પરીવાર તરફથી શ્રી પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઇધાર સંસ્થાને આહુજા કંપનીનું સાડી ત્રણસો વોલ્ટ નું એમ્પ્લીફાયર અર્પણ કરવામાં આવ્યું. લોકભારતી યુનિવર્સિટીના સંસ્થાપક અને વૈજ્ઞાનિક ડૉ.અરૂણભાઈ દવે, ભૂતપૂર્વ  નિયામક જીસીઆરટી શ્રી નલીનભાઈ પંડિત તથા માઇધારના નિયામક ભાવનાબેન પાઠક, શ્રી લોકનિકેતન ટ્રસ્ટ બેલાના ટ્રસ્ટી જીજીભાઈ, ગ્રામદક્ષિણામૂર્તિ મણારના નિયામક નકુમ સુરસંગભાઈ  અને ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજીડેમના ટ્રસ્ટી અને નિયામક લાલજીભાઈ સોલંકી, લોકભારતી યુનિવર્સિટીના ડૉ. વિશાલભાઈ ભાદાણી હાજર રહ્યા હતા .

આ સમગ્ર કાર્યક્રમમાં દાતાઓશ્રીની ટીમ દ્વારા છેલ્લા 17 વર્ષથી પાલીતાણા અને તળાજા તાલુકા ની 101 શાળામાં શાળાને જરૂરિયાત વસ્તુઓની દાનની સરવાણી વહે છે.તેમની આ સખાવતને બિરદાવી હતી.ગત વર્ષે આ સંસ્થાને આ ટીમ દ્વારા સ્માર્ટ ટીવી 43 ઇંચનું આપવામાં આવેલ હતું. તેઓના આવા કાર્ય થકી તેમના પરિવારજનોને આ બાળકોના આશીર્વાદ મળશે એવી લાગણી વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંકલન  પાતુભાઈ આહિરે કર્યું હતું.આ ટ્રસ્ટ દ્વારા બીજી પણ પાંચ શાળાઓને દાન આપવામાં આવ્યું હતું. જેમાં ઠાડચ પ્રાથમિક શાળામાં આઇ5 કોમ્પ્યુટર સેટ તથા શ્રી ઠળિયા હાઈસ્કૂલને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે 24 ચણીયાચોળી તથા શ્રી જામવાળી પ્રાથમિક શાળામાં અને ભૂંડરખા પ્રાથમિક શાળામાં એક-એક કબાટ તથા ડૉ. આંબેડકર પ્રાથમિક શાળા પાલીતાણાને હાર્મોનિયમ અર્પણ કરવામાં આવ્યા હતા.આ સાથે તમામ શાળાઓ અને ગ્રામજનોએ જયાલક્ષ્મી પ્રવીણચંદ્ર બાબુલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા તેમના પરિવારજનો અને દાતાઓની ટીમનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.સમગ્ર સંકલન શાંતિલાલ પંડ્યા અને  ઘનશ્યામભાઈ ચભાડિયાએ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/