fbpx
અમરેલી

સાવરકુંડલાની ૧૫૦ વર્ષ જૂની ગૌશાળા હવે પ્રગતિના પંથે. 

સાવરકુંડલાની ૧૫૦ વર્ષ જુની ગૌશાળા એટલે કુંડલા ગૌશાળા જેનુ સંચાલન શ્રી વિધાગુરૂ ફાઉન્ડેશન કરે છે. સંસ્થા નીચે ૧૩૦ વિઘા ખેતીની જમીન આવેલી છે. ગૌશાળામાં ૭૦૦ થી વધુ ગાયનો નિભાવ થાય છે. હાલ તેની દેખરેખ ડૉ.પ્રકાશ કટારીયા કરી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ હરેશભાઇ મહેતાની સૂચના અને માર્ગદર્શનથી વાડીમાં ઘાસચારો જેમ કે મકાઈ જુવાર રચકો વગેરેનુ વાવેતર કરવામાં આવે છે.જેથી ગાય માટે વેચાતો લીલો ઘાસચારો લેવો ન પડે. આગાઉ દરવર્ષે લગભગ ૭૦ થી ૮૦ લાખનો લીલો ઘાસચારો લેવો પડતો હતો.

સંસ્થાના ખર્ચા ઘટે તે માટે ટેકટરની ખરીદી કરેલ આજરોજ નવુ ટેકટર આવતા માનવમંદિર પૂજ્ય ભક્તિરામબાપુના વરદહસ્તે તિલક ચાંદલા કરેલ. પૂજ્ય ભક્તિરામબાપુએ ડૉ.પ્રકાશ કટારિયાની આગવી સુઝબુઝ  અને આવડતથી સંસ્થાને લાખો રૂપિયાનો ફાયદો કરાવવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ.પ્રકાશ કટારિયા નિશુલ્ક હોસ્પીટલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના એડમીન છે. હોસ્પિટલનુ મેનેજમેન્ટ પણ ખૂબ બાહોશીથી કરી રહ્યા છે. એકદમ સરળ અને નિખાલસ સ્વભાવ ધરાવતા ડો. પ્રકાશ  કટારિયાની સૂઝબૂઝની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/