fbpx
અમરેલી

SVEEP અને TIP અંતર્ગત “મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવામાં આવી રહી છે.બગસરા તાલુકાના માવજીંજવા ગામે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓને મતદાનના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી. મહિલાઓએ અચૂક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી.ધારી તાલુકાના ધારીના પ્રેમપરા અને હરિપરા વિસ્તારમાં ચુનાવ પાઠશાળા કાર્યક્રમ યોજી મતદારોને મતદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ મતદાન કરવા અને અન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી જાગૃત્ત કરવા સમજ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. નાગરિકોએ અચૂક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી.

રાજુલા તાલુકાના ખારી અને બર્બટાણા સહિતના ગામ ખાતે શ્રમિક વર્ગ સાથે સંવાદ સાધી તેમને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અંતર્ગત “મતદાર જાગૃતિ અભિયાન” કાર્યક્રમ અંતર્ગત શ્રમિકોને મતદાનના મહત્વ વિશે સમજ આપી મતદાનના મૂલ્ય વિશે વિગતો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. દરેક શ્રમિક અન્ય પાંચ નાગરિકને મતદાન કરવા માટે પ્રેરિત કરશે જેથી વધુમાં વધુ મતદાન માટે જાગૃતિમાં સહભાગી થઇ શકશે. 

સાવરકુંડલા ખાતે સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં ઔદ્યોગિક વિસ્તારમાં “યુથ વોટર ફેસ્ટિવલ” કાર્યક્રમ યોજાયો હતો. યુવા મતદારો કે જેઓ પ્રથમ વાર મતદાન કરવાના છે તેઓ પોતે મતદાન કરશે અને તેમના પરિવારજનોને પણ મતદાન કરવા સમજૂત કરે તે માટે તેમને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક નાગરિકના એક મતનું શું મહત્વ છે તે વિશે તેમણે સમજ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સિગ્નેચર અભિયાન પણ યોજાયું હતું. કાર્યક્રમમાં ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ અને શ્રમિકો સહિતના જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/