fbpx
અમરેલી

જિલ્લાના નાના બારમણ, દલખાણીયા અને માંડણમાં મતદાતા જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

 જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન થશે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી શરુ છે.

          ખાંભા તાલુકા મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને ખાંભા તાલુકાના નાના બારમણ ખાતે “ચુનાવ પાઠશાલા” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નાગરિકોને મતદાન કરવા અને અન્ય મતદારોને મતદાન કરે તે માટે જણાવવામાં આવ્યું હતું. ગામની મહિલાઓ પણ મતદાન કરે તે માટે મહિલાઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. મહિલાઓને મતનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું. ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓ, ગામ અગ્રણીશ્રીઓ અને નાગરિકોએ મતદાન શપથ લીધા હતા.

ધારી તાલુકાના દલખાણીયા ગામે “ચુનાવ પાઠશાલા” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં નાગરિકોને મતનું મૂલ્ય સમજાવી મતદારોને મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ચૂંટણી ફરજ પરના અધિકારી-કર્મચારીશ્રીઓ, ગામ અગ્રણીશ્રીઓ અને નાગરિકોએ મતદાન શપથ લીધા હતા.

            રાજુલા તાલુકાના માંડળ ગામે “વોટર અવરનેસ પ્રોગ્રામ” અંતર્ગત ‘ચુનાવ પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો હતો. રાજુલા તાલુકા વિકાસ અધિકારી અને ચૂંટણી ફરજ પરના કર્મચારીશ્રીઓએ ગ્રામજનોને મતદાનના મૂલ્ય અને તેના મહત્વ વિશે સમજૂતી આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/