fbpx
અમરેલી

લાઠી-ભુરખીયા-દામનગર રોડ ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ : વૈકલ્પિક માર્ગો પરથી પસાર થવું

આગામી તા.૨૩.૦૪.૨૦૨૪ ને મંગળવારના રોજ હનુમાન જયંતી છે. જિલ્લાના લાઠી તાલુકાના ભુરખીયા (હનુમાન મંદિર) ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવે છે. અમરેલી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. હનુમાન જયંતીની ઉજવણીના ભાગરુપે ભુરખીયા ખાતે મેળો ભરવામાં આવે છે, તેથી વાહન વ્યવસ્થા સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે કેટલાક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા છે.

વાહન વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે લાઠી-ભુરખીયા-દામનગર રોડ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ રહેશે. આ રોડ પરથી પસાર થતા ભારે વાહનોની અવરજવરને ડાયવર્ટ કરવામાં આવી છે. લાઠી-ભુરખીયા-દામનગર રોડને બદલે વૈકલ્પિક રુટ નક્કી કરવામાં આવ્યો છે તેમાં (૧) અમરેલી તરફથી લાઠી જતા વાહનોએ વાયા ચિતલ-બાબરા-ચાવંડ રોડ પરથી પસાર થવું. (૨) ચાવંડથી અમરેલી તરફ આવતા તમામ ભારે વાહનોએ બાબરા-ચિતલ-અમરેલી રોડ પરથી પસાર થવું. (૩) લાઠીથી દામનગર રૂટ પર જતા-આવતા ભારે વાહનોએ પ્રતાપગઢ-ભોરીંગડા-છભાડીયા-દામનગર રોડ પરથી પસાર થવું. આ જાહેરનામું તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ના બપોરે ૩ વાગ્યાથી તા.૨૩ એપ્રિલ, ૨૦૨૪ના રાત્રે ૧૨ વાગ્યા સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ અંતર્ગત શિક્ષાને પાત્ર રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/