fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકાના 11 ગામડાઓમાં લોક સંપર્ક કાર્યક્રમો કર્યા નાનો માણસ છું તમારે શું સમસ્યા છે તે મને ખબર છે જેથી આવનારા સમયમાં તમારા દરેક સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ – ભરત સુતરીય

અમરેલી લોકસભા સિટનાં જાફરાબાદ તાલુકાના ગામડાઓમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું ગામડે ગામડે જઈને આગેવાનોની સાથે લોક સંપર્ક કર્યો હતો 14 – અમરેલી લોકસભા સીટનાં ઉમેદવાર ભરત સુતરીયા અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ જાફરાબાદ તાલુકાના વાઢેર, બાબર કોટ, વરાહ ગામ, ભાકોદર, લોઠપુર, લુણસાપૂર ચૌત્રા, વાઢ, મિતિયાળા, કડિયાળી, ધોળાદ્રી, દુધાળા સહિતના ગામડાઓમાં પ્રવાસો કરવામાં આવ્યા હતા ભરત સુતરીયા એ કહ્યું હતું કે તમારાં ગામને જે પણ જરૂરિયાત હશે તે હું અને તમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે મળીને પૂર્ણ કરશું હું પણ એક ગામડામાંથી આવું છું મને ખબર છે ગામડાનું વ્યક્તિને શું સમસ્યા હોય છે મોટા શહેરોમાંથી આવતા લોકોને ગામડામાં રહેતા લોકોની વ્યથા ની ખબર નથી હોતી હું આપની જેમ જ નાનો માણસ છું તમારે શું સમસ્યા છે તે મને ખબર છે

જેથી આવનારા સમયમાં તમારા દરેક સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રાજ્ય સરકારના કામો હશે તે ધારાસભ્યો સાથે મળીને અમે પૂરા કરશું અને કેન્દ્ર સરકારના જે કામો છે તે પણ અમે પૂર્ણ કરીશું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના ગામડાઓ સુધી નળ સે જળ, આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ પહોંચાડી છે ફરી એકવાર કમળ ખીલે તે માટે અમરેલી લોકસભામાં બેઠક પર પ્રચાર પ્રસારની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અબ કી બાર 400 કે પાર ના સંકલ્પને સાર્થક કરવા માટે સમગ્ર ભાજપના ધારાસભ્યો,  આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા અમરેલી લોકસભા સીટના ગામડાઓમાં લોકસંપર્ક શરૂ કર્યો છે છેલ્લા બે દિવસથી ભાજપના લોકલાડીલા લોકસભાનાં ઉમેદવાર ભરત સુતરીયા અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રાજુલાને જાફરાબાદના ગામડાઓમાં સભાઓ ગજવી રહ્યા છે ભરત સુતરીયાએ પણ સભા સંબોધતા જણાવ્યું હતું કે તમે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તે એળે નહિ જવા દવ જયારે પણ જરૂર પડશે તે સમયે તમારી સાથે હું ઊભો રહીશ તેવી લોકોને ખાતરી આપી હતી અને આગેવાનોએ પણ સાથ અને સહકાર આપીને કહ્યું હતું કે આપણે સૌવે સાથે મળીને ભાજપનું કમળ રૂપી પ્રતિક  ભરત સુતરીયા ને ચૂંટીને દિલ્હી મોકલવા માટેની ઝુંબેશ હાથ ધરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/