fbpx
અમરેલી

સાવરકુંડલામાં શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા ભવ્ય શ્રીહનુમાનજી પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

શ્રી રામના પરમ ભક્ત અને શક્તિના પ્રતીક,શ્રીહનુમાનજી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ  શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, સાવરકુંડલા દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે ધાર્મિક, સામાજિક અને સેવાના કાર્યોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં આયુર્વેદિક કેમ્પ તેમજ મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા તેમજ સાથે સાથે પક્ષીઓની સેવા માટે આ ઉનાળાની કાળજાળ ગરમીના દિવસોમાં પક્ષીઓને રાહત આપવા માટે, આશ્રમ દ્વારા ૬૫૩ માટીના કુંડા અને ૫૫૭ ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એક વિશાળ આયુર્વેદિક સર્વ રોગ નિદાન કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું,

આ મેડિકલ કેમ્પમાં ૩૧૯ દર્દી નારાયણની તમામ પ્રકારના રોગોનું નિદાન વિના મૂલ્ય કરવામાં આવ્યું હતું અને દર્દીઓને જરૂરી દવાઓનું વિના મૂલ્ય આપવામાં આવી હતી તેમજ મતદાન જાગૃતિ માટે સાવરકુંડલાના વહીવટી તંત્ર દ્વારા આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, અંદાજિત ૨૫૦૦ યુવાનો ભાઈઓ બહેનો દ્વારા વધારેમાં વધારે મતદાન કરવાનો અને ખોટી રીતે લોભ લાલચ વગર મતદાન કરવાના શપથ લીધા હતા. તેમજ સંધ્યા કાળે,શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય આરતી કરવામાં આવી  ત્યારબાદ હજારો ભાવિકો સાથે મળીને એક સાથે બેસીને મહાપ્રસાદ આરોગ્યો હતોતેમજ શ્રી તાત્કાલિક હનુમાનજી મહારાજની ભક્તિ આરાધના કરવામાં આવી હતી. આશ્રમના મહંત હનુમાનદાસબાપુએ મહોત્સવમાં તમામ કાર્યોમાં ભાગ લેનાર તમામ ભકતગણોનો આભાર માન્યો અને જણાવ્યું કે આવા આયોજન દ્વારા સમાજમાં એકતા અને સેવાભાવના ઉતારવામાં મદદ મળશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/