fbpx
અમરેલી

અમરેલીમાં ચાલુ એસ.ટી બસમાં મહિલાનો વિડીયો ઉતારનાર વ્યક્તિને કાયદાનો પાઠ ભણાવતી ૧૮૧ અભયમ ટીમ

અમરેલીમાં *એસ.ટી ના મહિલા કંડેક્ટર* એ ૧૮૧માં કોલ કરી જણાવેલ કે તેઓ રાજુલા-રાજકોટ બસમાં અમરેલી બસ સ્ટેશનમાં આવી રહ્યાં છે. *તેઓને બસમાં એક આવરા શખ્સ પંજવણી કરે છે*,જેથી તાત્કાલિક મદદ ની જરૂર છે.આથી,આ માહિતી મળતાં ની સાથેજ તુંરતજ અમરેલી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમના *કાઉન્સેલર હીના પરમાર, જીઆરડી કાજલબેન પરમાર તથા પાયલોટ જગદીશભાઈ મોરે* સ્થળ પર પહોંચીને આ પીડિતા સાથે વાતચીત કરી શાંત્વના આપી પરામર્શ કરતા તેઓએ જણાવેલ કે *તેઓ એક મહિલા કંડેક્ટર તરીકે ફરજ બજાવે છે,તેઓ બસમાં ટિકિટ કાપતા હતા તે દરમ્યાન એક આવારા વ્યક્તિ દ્વારા તેઓના છુપાઈ ફોટા તથા વિડિયો ઉતારવામાં આવેલ* ને ત્યારબાદ મહિલા નું ધ્યાન પડતા ને જાણ થતા ડિલીટ કરવાનું કહેતા તે વ્યક્તિ દ્વારા અપશબ્દો બોલી ગેરવર્તન કરવામાં આવેલ હતું.


જેથી ટીમ દ્વારા આ *આવરા વ્યક્તિનો ફોન તપાસ કરતા હકીકતમાં મહિલા કંડેક્ટરના ફોટો તથા વિડિયો જોવા મળેલ હોય* જેથી ટીમ દ્વારા તે વ્યક્તિને કડક શબ્દોમાં કાયદાકીય માહિતી આપી કાયદાનું ભાન કરાવેલ હતું.આથી,તે વ્યક્તિ દ્વારા મહિલા પાસે માફી માંગેલ હતી પરંતુ આ પીડિત મહિલા દ્ધારા જણાવેલ કે *તેઓને તે વ્યક્તિને સબક શિખડવો છે,જેથી અન્ય કોઈ મહિલા સાથે આવું વર્તન ના કરે તેમજ બનાવ ના બને* આથી તેઓને આ વ્યક્તિ વિરોધ કાયદાકીય કાર્યવાહી કરવી છે, જેથી ૧૮૧ અભયમ ટીમ દ્વારા આ મહિલાને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં લઈ જઈ ને આ બનાવ અંગે ત્યાં સ્ટેશનમાં જાણ કરી તેમજ મહિલાના ઈચ્છા મુજબ પોલીસ સ્ટેશનમાં અરજી કરાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આમ,*૧૮૧ ટીમ દ્વારા આવારાગીરી કરતા વ્યક્તિને કાયદાના પાઠ ભણાવી પ્રશસનીય કામગીરી કરવામાં આવેલ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/