fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં લોકશાહીના સપરમા દિવસોના કલાત્મક રંગોળીથી વધામણા

 શુભપ્રસંગે કે સપરમા દિવસોમાં ઘરના આંગણમાં કરવામાં આવતી રંગોળી કલા સાથે પર્વનું મહત્વ પણ દર્શાવે છે. બસ તે જ રીતે અમરેલી શહેર અને જિલ્લામાં લોકશાહીનું પર્વ આવી ગયું છે અને તેને વધાવવા માટે ઠેર-ઠેર રંગોળીનું પૂરણ કરી મતદારોને મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સાથે સાથે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું.

ખાંભા તાલુકા પંચાયત કચેરી તથા ખાંભા તાલુકા મામલતદાર કચેરી ખાંભા અને નાગરિકોની અવરજવર વધુ રહેતી હોય તેવા વિસ્તારોમાં મહિલાઓએ મતદાતા જાગૃત્તિ માટે રંગોળી કરી હતી. ખાંભાના વિસ્તારોમાં મતદાતાઓને મતદાન માટે સમજ આપવામાં આવી રહી છે.

બાબરા તાલુકા પંચાયતબાબરા બસ સ્ટેશન અને નાગરિકોની અવરજવર વધુ રહેતી હોય તેવા વિસ્તારોમાં ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ’ ‘મારો મત મારી તાકાત’ ના સંદેશ સાથે તા.૭ મે૨૦૨૪ના રોજ અચૂક મતદાનનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો.

વડીયામાં સ્વચ્છ વડીયા, ‘મતદાન એ જ નાગરિકની પહેચાન’, ‘Make the Change Do not Blame’,  ‘૧૮ વર્ષની ઉંમર કરી લીધી પાર હવે મળ્યા મતાધિકાર’ – તા.૭ મે૨૦૨૪ના રોજ અચૂક મતદાનનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો.

બગસરામાં વેપારીઓએ વસ્તુઓ પર ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ’ તા.૭ મે૨૦૨૪ના રોજ અચૂક મતદાનનો સંદેશ પ્રસરાવવા માટે વસ્તુઓ પર સ્ટીકર્સ લગાડવામાં આવ્યા. વેપારીઓએ વસ્તુઓના વેચાણ સાથે નાગરિકોને મતાધિકારનો સંદેશ આપી મતદાન જાગૃત્તિ અભિયાનમાં પોતાનું યોગદાન નોંધાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/