fbpx
અમરેલી

અવશ્ય મતદાન કરીએઃ લોકશાહીના મહામૂલા અવસરમાં નાગરિક-મતદાતા તરીકેની ફરજ નિભાવીએ

 ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં જિલ્લા કક્ષાએ અને તમામ તાલુકા કક્ષાએ ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે ઉદ્દેશ્ય સાથે અમરેલી સ્થિત ફોરવર્ડ સ્કૂલ ખાતે પણ ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો, અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓએ મતદાન જાગૃત્તિ માટે દોડ લગાવી હતી.  

અમરેલી ખાતે યોજવામાં આવેલા ‘રન ફોર વોટ’ કાર્યક્રમમાં જિલ્લા કક્ષા રમત શાળા (ડી.એલ.એસ.એસ.) ના ટ્રેઇનર અને અમરેલી નિવાસી શ્રી વાજા પંકજભાઈએ મતદાન જાગૃતિ સંદેશ આપતા જણાવ્યુ કે,   મતદાન એ આપણો અધિકાર છે, આપણો એક મત દેશની લોકશાહીને વધુ સશક્ત બનાવે છે એટલે આપણે સૌએ મતદાન અવશ્ય કરવું જોઈએ. દેશની લોકશાહીને સશક્ત બનાવવા માટે લોકશાહીના મહાપર્વમાં નવ યુવાઓની ભાગીદારી મહત્વની છે. પ્રથમ વખતના મતદાર તરીકે નવયુવાઓ અવશ્ય મતદાન કરે તે આવશ્યક છે.લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. આવો સૌ વધુમાં વધુ મતદાન કરીને ગર્વભેર આપણા લોકશાહી મહાપર્વને ઉજવીએ અને દેશની લોકશાહીને વધુ સશક્ત બનાવીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/