fbpx
અમરેલી

પી.એમ કિસાન સન્માન નિધીમાં થયેલ અન્યાય ની રજુઆત ના અંતે તંત્ર હરકત માં આવ્યું કિસાન અગ્રણી ભંડેરી નો ખેડૂતો ને લે વાય સી અપડેટ કરવા અનુરોધ

દામનગર પી.એમ કિસાન સન્માન નિધીમાં થયેલ અન્યાય બાબતે. ભારતીય કિસાન સંઘ અમરેલી જીલ્લા દ્વારા ગુજરાતના તમામ કિસાનો માટે જાણવા જોગ ખબર આથી ગુજરાતના તમામ જીલ્લાના કિસાનો-તમો સૌના જાણમાં જ હશે કે કેન્દ્ર સરકારની કિસાન સન્માન નિધી અંતર્ગત વાર્ષિક રૂ|-૬૦૦૦ જે ૨૦૦૦ ના ૩ હપ્તા દ્વારા સહાય ૨૦૧૯ થી અમલમાં છે. તેમ છતાં આ સહાય કેટલાક જવાબદાર સરકારી કર્મચારીઓની બેદરકારીથી બબ્બે-ત્રણ ત્રણ વખત જરૂરી ડોકયુમેન્ટ કેવાયસી દ્વારા ઓનલાઈન કાર્યવાહી કરવા-કરાવવા છતાં શરૂઆતના ૧-૨-૩ હપ્તા એકાઉન્ટમાં જમા આવ્યા પછી છેલ્લા ચાર-પાંચ વર્ષથી આ રકમ ગુજરાતના અમરેલી જીલ્લા સહિત કેટલાય જીલ્લાના અને ખાસ કરીને તાલુકા સીટી લેવલના ખેડૂત ખાતેદારોને ચૂકવાયેલ કે મળેલ નથી.

આ માટે અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના પૂર્વ કિસાન સંઘ પ્રમુખ અને સીનીયર એડવાઈઝર  ધીરૂભાઈ એમ. પટેલ ને જાણ મળતા જ અમરેલી જીલ્લાના પ્રમુખ  વસંતભાઈ ભંડેરી, જીલ્લાના મંત્રી કૌષિકભાઈ ગજેરા, લાઠી તાલુકાના પ્રમુખ એલ બી. ધોળિયા, ધારી તાલુકાના પ્રમુખ  લાલજીભાઈ વેકરિયા, જીલ્લાના યુવા પ્રમુખ  વિમલભાઈ તથા જીલ્લા સદ્રય  રામજીભાઈ ગુજરાતી સહિતના આઠ થી દસ અગ્રણીઓએ ગઈ તા. ૧૬-૫-૨૦૨૪ ના રોજ તાકિદના પત્ર દ્વારા અમરેલી જીલ્લા કલેકટરશ્રી અજય દહિયા ને રૂબરુ મળી આવેદન આપ્યુ હતુ. આ તાકિદના પત્ર પછી સફાળુ જાગી ઉઠેલ તંત્ર દ્વારા ખાસ કરીને અમરેલી જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આ પશ્નના પ્રત્યુત્તરમાં દરેક ખેડુતે આ કિસાન સન્માન નિધી મેળવવા માટે જે કાર્યવાહી કરવાની થાય છે. તેની માહિતી ગુજરાતના તમામ ખેડુત-કિસાનોએ કરવાની છે.આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત પોતાના પી.એમ. કિસાન ખાતામાં ત્રણ વિગતો કરાવવી જરૂરી છે, (૧) લેન્ડ સીડિંગ જમીનની વિગતો અપડેટ કરાવવાની રહેશે, (૨) બેન્ક સાથે આધાર સીડિંગ અને ડીબીટી ઈનેબલ કરાવવુ. (૩) ઈ-કે વાય સી કરાવવું પડશે.જે ખેડુતોને આ સહાય અગાઉ મળતી બંધ થઈ ગઈ હોય તેમણે આ વિગતો અપડેટ છે કે નહી તે ફરીવાર ચેક કરાવી લેવુ પડશે. તેમજ લાભ મેળવવા ખેડુતોએ પી.એમ કિસાન વેબસાઈટ પર જઈને આ વિગતો ચેક કરી લેવાની રહેશે.આ માટે ખેડૂતો પંચાયતના વીસીઈ મારફત તેમજ ગ્રામ સેવકની સહાયથી વિગતો એક કરાવી શકશે. ચેકિંગ કરતા રીજેકટેડ બતાવે તો તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેમજ બેન્ક સાથે આધાર સીડિંગ કરાવવા અને ડીબીટી ઈનેબલ માટે આપનું બેન્ક ખાતું હોય તે બેન્કનો સંપર્ક કરી શકાશે.ટુંકમા આ યોજનાની કાર્યવાહી જે-જે કર્મચારીઓએ ઉપરથી નીચે સુધીના કર્મચારીઓએ જેતે વખતે કરવાની થતી હતી તે નહી કરીને કિસાનોને અન્યાય કર્યાનું પાપ છાપરે ચડીને પોકાર્યુ ત્યારે જે-તે અધીકારીએ આ બધા ખુલાસા પોપટની જેમ કર્યા છે, પરંતુ ખેર જે થયુ તે થયુ હવે દરેક ખેડૂતોએ ઉપર બતાવેલ કાર્યવાહી પુરી કરવા તુરંત જ કામે લગી જવા વિનંતી કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/