fbpx
અમરેલી

બાબરા તાલુકાના વાંકીયા ગામે તા.૧૫ જૂન, ૨૦૨૪ સુધી ફાયરિંગ પ્રેક્ટિસ ફાયરિંગ બટની ચારેતરફ ૧૦૦ મીટર વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટ ખાતે તા.૧૫ જૂન, ૨૦૨૪ સુધી અમરેલી જિલ્લા ખાતે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ, ૦૮ ગોંડલ યુનિટની એક્ટિવ કંપનીઓના અધિકારીશ્રીઓ-જવાનો દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ કરવામાં આવશે. આ સ્થિતિમાં ફાયરિંગ પ્રેક્ટિસના સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરુપે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (બી) હેઠળ અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી દ્વારા આદેશ બહાર પાડ્યો છે. તા.૧૫ જૂન, ૨૦૨૪ સુધી ફાયરિંગ બટ માટે મુકરર થયેલી બાબરા તાલુકાના વાંકીયા ગામના સરકારી પડતર રે.સ.નં ૬૦૧, હે.૩-૮૮-૬૩ચો.મી વાળી જગ્યા ફાયરિંગ બટ માટેની મુકરર જગ્યાને તાર ફેન્સીંગ કરી તેની બાહ્મ સીમા નક્કી છે તે મુજબ તે જગ્યાની ચારે તરફની બાહ્મ સીમાથી ૧૦૦ મીટરના અંતર સુધી રાહદારીઓની અવર જવર પર પ્રવેશબંધી છે. આ હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/