fbpx
અમરેલી

રોડ સ્વીપર, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના નવા વાહનો થકી શહેરની સ્વચ્છતા વધારવામાં મદદ મળશે : વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ અને શહેરીની પ્રારંભ કરવામાં આવ્યો  હતો. ઉલ્લેખનીય છે કે, ‘સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0’ નું લક્ષ્ય, શહેરોને સંપૂર્ણપણે કચરામુક્ત કરવાનું છે. સ્વચ્છ ભારત મિશન (શહેરી) ૧.૦ ‘સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત’ અંતર્ગત અમરેલી સ્થિત નગરપાલિકા પ્રાંગણમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા અને લોકસભા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં રોડ સ્વીપર, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયા અને વિવિધ પદાધિકારીશ્રીઓ સહિતનાઓએ  ડોર-ટુ-ડોર કચરા કલેક્શન ૧૧ વ્હીકલ,  રોડ સ્વીપર મશીન૨,  ટ્રેક્ટર વીથ ટ્રોલી ૨,  રોબોટ જેસીબી વાહન ૧ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

અમરેલી નગરપાલિકા ખાતે સફાઈ માટેના નવા વાહનોના લોકાર્પણ કાર્યક્રમમમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયાએ જણાવ્યુ કે,  રોડ સ્વીપર, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના નવા વાહનો થકી શહેરની સ્વચ્છતા વધારવામાં મદદ મળશે, લોકોની જાહેર સુખાકારીમાં ઉમેરો થશે. રાજ્ય સરકાર દ્વારા અમરેલી નગરપાલિકાને નવા વાહનોની ફાળવણી કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

     અમરેલી નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન (શહેરી) ૧.૦ અંતર્ગત શહેરી સ્વચ્છતામાં વધુ મદદ અર્થે રુ. ૧,૯૫,૭૦,૫૯૨ની કિંમતના વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે, રોડ સ્વીપર, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના નવા વાહનોની મદદ થકી શહેરમાં સ્વચ્છતાલક્ષી વધુ સારી અને ગુણવત્તા સાથેની સેવા પૂરી પાડવામાં મદદ મળશે, લોકોની જાહેર સુખાકારીમાં પણ ઉમેરો થશે.

       રોડ સ્વીપર, ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના વાહનોના લોકાર્પણ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બીપીનભાઈ લીંબાણી, ઉપપ્રમુખ શ્રી બિનાબેન કાલેણા, કારોબારી ચેરમેન શ્રી ધરજીયા, અગ્રણી શ્રી મુકેશભાઈ સંઘાણી સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/