fbpx
અમરેલી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી લીલીયા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તા.૨૩ જુલાઇએ ભરતી મેળાનું આયોજન

 અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના એકમ સી.આઇ.આઇ ઓટોમોટીવ ઇન્ડિયા લિમિટેડ શાપર વેરાવળ માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરુપ ધો.૧૦ પાસ, અને ધો.૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા સહિત શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેમજ એક્સ. આર્મીમેન હોય તેવા ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે.

એલ.આઈ.સી. અમરેલી માટે વીમા એજન્ટની જગ્યા માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ધો.૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે.અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતીમેળો યોજાનાર હોય, તા.૨૩ જુલાઇ, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) કેમ્પસ, લીલીયા ખાતે લાયકાત ધરાવતા રોજગાર ઇચ્છુકોએ ઉપસ્થિત રહેવું. ભરતીમેળામાં ભાગ લેવા માટે આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે જોબસીકર તરીકે નોંધાણી કરાવવી ફરજિયાત છે. રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવી, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/