fbpx
અમરેલી

5મી સપ્ટેમ્બરે યોજાશે સાવરકુંડલા થી સત્તાધાર સુધીની અલખ યાત્રા

સાવરકુંડલા થી સતાધાર સુધીની અલખ યાત્રા, વાહન યાત્રાનું ભવ્ય આયોજન ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર વિભાગ દ્વારા  આગામી 5મી સપ્ટેમ્બરે કરવામાં આવ્યું છે. સતાધાર આપાગીગા ની જગ્યાના મહંત પૂજ્ય વિજયબાપુ તેમજ વિવિધ જગ્યાઓ ના અન્ય સંતો મહંતો ના આશીર્વાદ થી અલખ યાત્રા નું પ્રસ્થાન સવારે આઠ વાગ્યે સાવરકુંડલા ખાતે આવેલ પૂજ્ય કાનજી બાપુની જગ્યા ખાતેથી થશે.સાવરકુંડલા થી પ્રસ્થાન થઈને નેસડી, ઈગોરાળા, કમી, કેરાળા, ચલાલા, મીઠાપુર, ડુંગરી, ઝર, મોરઝર, છતડીયા, ધારી, પ્રેમપરા, માલસીકા, વેકરીયા, લાલપુર, જેતલવડ, ખીસરી, કાલસારી, વિસાવદર, જીવાપર થઈને સતાધાર બપોરે ચાર કલાકે પહોંચશે. જેમાં રસ્તામાં આવતા 21 ગામના યુવાનો તથા ધર્મપ્રેમી લોકો પોતાના વાહનો લઈને આ યાત્રામાં જોડાશે. પૂજ્ય આપાગીગાની ગુરૂગાદી ચલાલા પ.પૂ. દાનબાપુની જગ્યા ના મહંત વલકુબાપુ ના આશિષ લઈને યાત્રા આગળ વધશે.

આપાગીગા ની જગ્યામાં એક ધર્મ સભાનું આયોજન થશે. જેમાં પૂ. વિજયબાપુ ઉપરાંત 100 કરતા વધુ સંતો મહંતો સાધુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરા તથા રાષ્ટ્રની એકતા અને વિકાસ માટે આશીર્વચન આપશે. આ વિશાળ યાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર પીવાનું પાણી, ચા, શરબત, નાસ્તો તેમજ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રાને સફળ બનાવવા ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક ભીખુભાઈ અગ્રાવત, યાત્રા સંયોજક, અગ્રણીઓ, કાર્યકર્તા તેમજ ભીમભાઈ લાડવા, રમેશભાઈ ગોહિલ, રસિકભાઈ વેકરિયા, ધર્મેન્દ્રભાઈ ચૌહાણ, ભીખાભાઈ કાબરીયા, સલીમભાઈ રાઠોડ સહિત ટીમ સાથે જહેમત ઉઠાવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/