fbpx
અમરેલી

સ્વામિનારાયણ ગુરૂકુલ, સાવરકુંડલામાં શ્રી કૃષ્ણ અને ભાગવત વિષય ઉપર ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું

સાવરકુંડલામાં શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેેસર એવા સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા તારીખ ૨૧-૦૮-૨૦૨૪ બુધવાર ના દિવસે શ્રીમદ્દ ભાગવત અને શ્રી કૃષ્ણના જીવન પર આધારિત એક ખાસ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ધર્મ, સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે રૂચિ અને સમજણ વધારવાનો હતો. આ ક્વિઝમાં વિદ્યાર્થીઓએ શ્રીમદ્ ભાગવત, ભગવાન શ્રીકૃષ્ણના જીવન પ્રસંગો, તેમના ઉપદેશો, તેમજ મહાભારતના પ્રાસંગિક કિસ્સાઓ પર આધારિત પ્રશ્નોના જવાબ આપેલ.

આ પ્રશ્નો ખાસ કરીને વિદ્યાર્થીઓની સમજશક્તિ અને જ્ઞાનકૌશલ્ય વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થા ના વડા ભગવત પ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાના પ્રમુખ હરિપ્રસાદદાસજી સ્વામી, સંસ્થાના કોઠારી અક્ષર મુક્ત સ્વામી તથા હરિહર સ્વામી તેમજ શાળા ના પ્રિન્સિપાલ વૈશાલી મેડમ તથા સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.  આ પ્રસંગે સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણના જીવનચરિત્ર અને ભાગવતના તત્વજ્ઞાન પર આધારિત આ ક્વિઝ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ તે શિક્ષણ અને સંસ્કારનું સંમિશ્રણ છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. આ ક્વિઝનું આયોજન શાળાના ધર્મ અને સંસ્કાર વિભાગ દ્વારા કરવામાં આવેલ. અને એમાં શાળાના તમામ વર્ગના વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને શાળા તરફથી વિશેષ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/